News of Wednesday, 27th May 2026
અંતરીક્ષમાં તરી રહ્યું છે દારૂ ભરેલું વાદળું
આ વાદળમાં માત્ર એથનોલ જ નહીં, પરંતુ વિનાઇલ આલ્કોહોલ, એથલીન ગ્લાઇકોલ અને સામાન્ય શુગરમાં જોવા મળે એ બેસિક કણો પણ છે

નવી દિલ્હી તા.૨૭: પૃથ્વીથી લગભગ ૨૬,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર આપણા સૌરમંડળના કેન્દ્ર પાસે અંતરિક્ષમાં એક વિશાળ વાદળું છે. એમાં એટલી મોટી માત્રામાં એથનોલ ગેસ ભરેલો છે કે એમાંથી ૪૦૦ ટ્રિલ્યન પાઇન્ટ બિઅર બનાવી શકાય એમ છે. આ ગેસના વાદળાનું નામ છે સેજિટેરિયસ ગ્૨. આ વાદળ ૧૫૦ પ્રકાશ વર્ષ જેટલા વિસ્તારમાં ફેલાયેલું મોડ્યુલર ક્લાઉડ જેવું છે. વૈજ્ઞાનિકો આ ક્લાઉડ પર ૧૯૭૦ની સાલથી અભ્યાસ કરી રહ્યા છે અને એના વિશે નિતનવીન માહિતીઓ શોધી લાવે છે. અભ્યાસુઓના કહેવા મુજબ આ વાદળમાં માત્ર એથનોલ જ નહીં, પરંતુ વિનાઇલ આલ્કોહોલ, એથલીન ગ્લાઇકોલ અને સામાન્ય શુગરમાં જોવા મળે એ બેસિક કણો પણ છે. આ દારૂ પ્રવાહી રૂપે નહીં, પણ અત્યંત પાતળા ગેસના ફોર્મમાં અવકાશમાં ફેલાયેલી છે. માણસ એ ગેસને સૂંઘી પણ ન શકે એટલો માઇલ્ડ વાયુ છે. એમ છતાં એમાં અન્ય વાયુઓના મિશ્રણને કારણે એ જોખમી છે. કેટલીક જગ્યાઓએ દારૂ ભરેલા વાદળામાં હાઇડ્રોજન સાઇનાઇડ અને કાર્બન મોનોઓક્સાઇડ જેવા ઝેરી ગેસ પણ છે જે શ્વાસમાં લેતાં જ માણસ મૃત્યુ પામી શકે છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
