<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પારિવારિક ઝઘડામાં ભાભીએ કર્યું અત્યંત શરમજનક કૃત્ય : દિયરના ગુપ્ત ભાગે બચકું ભરી લીધું : ૫૫ ટાંકા લેવા પડ્યા

ઘરકંકાસમાં વાત બિચકતા થઈ હાથાપાઈ, ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો, પોલીસમાં ફરિયાદ નોંધાઈ : પોલીસે બંને પક્ષના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી

કાનપુર તા.૨૫ : ઉત્તર પ્રદેશના કાનપુરમાં પારિવારિક ઝઘડાએ ચોંકાવનારું અને શરમજનક સ્વરૂપ લીધું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઘરમાં થયેલી સામાન્ય બોલાચાલી બાદ ભાભીએ ઉશ્કેરાઈને દિયર પર હુમલો કર્યો હતો અને તેના ગુપ્ત ભાગે બચકું ભર્યું હતું.૫૫  ટાંકા  લેવા પડ્યા હતા.

          આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

         પ્રાથમિક માહિતી મુજબ બંને વચ્ચે કોઈ ઘરેલુ બાબતે ઝઘડો થયો હતો, જે બાદ મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો વચ્ચે આવી ગયા હતા અને મામલો શાંત પાડ્યો હતો.

આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે બંને પક્ષના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(3:02 PM IST)