News of Monday, 26th October 2026
મોબાઇલ ટાવર પર બેઠેલી યુવતીએ મુંબઈમાં બેઠેલા બોયફ્રેન્ડ સાથે ફોન પર ઓનલાઇન નિકાહ કર્યા
ઘરમાં ઉપાડો લીધો કે તેનાં લગ્ન બોયફ્રેન્ડ સાથે કરાવી આપવામાં આવે. જોકે પેરન્ટ્સ માન્યા નહીં એટલે તે ગામની બહાર આવેલા મોબાઇલ ટાવર પર ચડી ગઈ

બહરાઇચ તા.૨૬: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક અનોખા નિકાહ થયા. ૧૯ વર્ષની મહેક નામની છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કરાવી આપવાની પરિવારજનો પાસે જીદ પકડી હતી. પેરન્ટ્સ માનતા નહોતા એટલે તે ગામના મોબાઇલ ટાવર પર ચડી ગઈ. પાંચ વર્ષ પહેલાં તેને ૨૧ વર્ષના નુરુદ્દીન નામના યુવક સાથે પ્રેમ થયો હતો. બે મહિના પહેલાં જ નુરુદ્દીન નોકરી માટે મુંબઈ જતો રહ્યો હતો. પ્રેમી ગામથી દૂર થઈ ગયો હોવાથી મહેકને ગમતું નહોતું. શુક્રવારે તેણે ઘરમાં ઉપાડો લીધો કે તેનાં લગ્ન બોયફ્રેન્ડ સાથે કરાવી આપવામાં આવે. જોકે પેરન્ટ્સ માન્યા નહીં એટલે તે ગામની બહાર આવેલા મોબાઇલ ટાવર પર ચડી ગઈ. ત્રણ કલાક સુધી તેને નીચે ઉતારવા માટે બહુ મનામણાં કરવામાં આવ્યાં, પણ તે ટસની મસ ન થઈ. તેણે જીદ કરેલી કે જો તેના ઑનલાઇન નિકાહ કરવામાં આવશે તો જ તે નીચે ઊતરશે. આખરે મસ્જિદમાંથી કાઝીને બોલાવવામાં આવ્યા. કાઝીએ ફોન પર મુંબઈ બેઠેલા બોયફ્રેન્ડ સાથે મહેકના નિકાહ કબૂલ કરાવ્યા. એ પછી મહિલા પોલીસની મદદથી તેને નીચે ઉતારવામાં આવી હતી. જોકે કહાનીમાં ટ્વિસ્ટ ત્યાં આવ્યો કે દીકરી નીચે ઊતરતાં જ તેની મમ્મીએ દીકરીની શાદી ફોક ગણવાની કાઝી પાસે માગણી કરી હતી
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
