News of Friday, 27th November 2026
તિરુપતિ બાલાજીના ચરણોમાં ઐતિહાસિક ભેટઃ ચેન્નઈના ઉદ્યોગપતિ દંપતીએ રૂ. ૨૦૭ કરોડથી વધુની કિંમતનું ૧૨૧ કિલોગ્રામ સોનું અર્પણ કર્યું
વર્ધમાન જૈન અને રાધિકા જૈનની અદ્વિતીય શ્રદ્ધાઃ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં ભગવાનને મુગટ સહિત ૪૬ અમૂલ્ય આભૂષણો અર્પણ

તિરુપતિ, તા. ૨૭ : ચેન્નઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ભગવાન શ્રી વેંકટેશ્વરને ૧૨૧ કિલોગ્રામ સોનાનું ઐતિહાસિક દાન આપ્યું છે. મંદિરના સત્તાવાર અહેવાલ અનુસાર બનાવટ ખર્ચ સહિત તેની કિંમત રૂ. ૨૦૭.૬૦ કરોડ છે.
દાનમાં મળેલા સોનામાંથી ૧૦૬ કિલોગ્રામ સોનાનો ઉપયોગ ભગવાન વેંકટેશ્વરના ૩૩ પ્રકારના કુલ ૪૬ આભૂષણો બનાવવા માટે થયો છે. બાકીના ૧૫ કિલોગ્રામ સોનામાંથી શ્રી પદ્માવતી માતાજી માટે સ્વર્ણ વસ્ત્ર તૈયાર કરવામાં આવશે.
આભૂષણોમાં મુગટ, હાર, કંકણ, શંખ અને ચક્ર સહિત ૨૩૮.૨ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. ઉદ્યોગપતિએ વ્યવસાયમાં મળેલી સફળતા બદલ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ દાન આપ્યું છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
