News of Saturday, 21st November 2026
મણિપુરમાં ઝેરી દારૂ પીવાથી ૧૫ના મોત, ૬૦૦થી વધુ લોકો હોસ્પિટલમાં
૨૦૨૬માં ૬ રાજ્યોમાં ૧૨૦ થી વધુ લોકોના મોત

ઈમ્ફાલ,તા.૨૧: મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી પંદર લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી INS અનુસાર, ૬૦૦ થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે થી ત્રણ દિવસમાં આ ઘટનાઓ બની છે. દારૂ પીધા પછી લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. જોકે, દારૂ ક્યાંથી આવ્યો હતો તે અંગે તેમની પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.
વર્ષ ૨૦૨૬ માં, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ૬ રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી ૧૨૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, તબીબોની સઘન દેખરેખ હેઠળ તમામ દર્દીઓની તપાસ અને સારવાર ચાલી રહી છે. તેમણે બંને હોસ્પિટલોના વહીવટી અધિકારીઓને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સારવાર અને દરેક શક્ય મદદ પૂરી પાડવા કડક નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, ચંદેલ જિલ્લામાં સારવાર અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જનરલ મેડિસિનના એક નિષ્ણાતના નેતૃત્વમાં જરૂરી દવાઓના જથ્થા સાથે એક ખાસ મેડિકલ ટીમ રવાના કરવામાં આવી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
