News of Monday, 6th July 2026
વિયોગમાં માણસ જીવી જાય પરંતુ વિરહમાં મરી જવાય છેઃ પૂ. મોરારીબાપુ
હરિદ્વારમાં ‘માનસ અમૃતમગમય' શ્રી રામકથા શ્રવણનો લાભ લેતા ભાવિકો

રાજકોટ, તા. ૬: ઉતરાખંડની તીર્થભૂમિ-દેવભૂમિ હરિદ્વારમાં ગંગા મૈયાના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃતમગમય' ના પાંચમાં દિવસે શનીવારે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતા કહયું કે - એક પ્રશ્ન પૂછાયો છે કે - બાપુ, ધરામૃત અને અધરામૃત શબ્દ સમજાવો. જવાબઃ ધરામૃત - અધરામૃત એક જ છે. પૃથ્વી-ઘરા-અમૃત છે. આપણે પૃથ્વીને વિષાકત-ઝેર જેવી કરી છે. એ અલગ વાત છે. અઘરામૃતનો અર્થ કોઠનું અમૃત. જીભ-કંઠ-દાંત કે ગલોફાય કોય પણ કોઠ ન હોય તો સ્પષ્ટ બોલી ન શકાય. બુધ્ધ પુરૂષના કોઠથી નીકળેલા વચનો અધરામૃત છે. અહીં અઘરા એ કેવલ લૌકિક નથીઃ શ્રોતા માટે આ જ્ઞાન છે, વકતા માટે ગાન છે, મારા માટે આ ગાન છે. જો કે જ્ઞાન ને પણ અમૃત કહયું છે, પણ અમે તો ગાઇએ છીએ.
રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે રવિવારે કથાના પ્રેમસંવાદ ને આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે, શ્રવણ મોટામાં મોટું અમૃત છે. શ્રવણના સોપાન છે, શ્રવણ, ચિંતન-મનન, નિદીધ્યાસન અને છેલ્લું પગથિયું સાક્ષાત્કાર છે. કોઇપણ સૂત્ર, મંત્ર કે વિચારની શ્રવણ કરતાં કરતાં એ શ્રવણનો તંતુ સહુજ રહે. એનું સાતત્મ ન તૂટે તો શ્રવણ સાર્થક, કથા માતા આપણને એના ખોળામાં ગોદમાં સુવડાવીને પંખો નાખે છે... ગાંધીજી - સરદાર પટેલનો એક સરસ પ્રસંગ છે. બન્ને જેલમાં હતાં. ગાંધીજી રોજ સવારે દસ ખજૂર ખાતા હતાં. સરદારને બન્ને જેલમાં હતાં. ગાંધીજી રોજ સવારે દસ ખજૂર ખાતા હતાં. સરદારને બન્ને જેલમાં હતાં. ગાંધીજી રોજ સવારે દસ ખજૂર ખાતા હતાં. સરદારને ચિંતા થઇ કે બાપુ વધારે ખજૂર ખાય તો સારું, એનું શરીર કેટલું દૂબળુ છે અને દેશની ચિંતા છે. તો સરદારે એવું વિચાર્યુ કે કાલથી હું ખજૂર પંદર મુકી દઇશ, ગાંધીજીને દસ કે પંદરની ખબર નહી પડે...! બીજે દિવસે પંદર ખજૂર પ્લેટમાં આવતા તરત ગાંધીજી બોલ્યા કે, સરદાર કે, પંદર-પાંચ ખજૂર વધારે કેમ છે...? તો સરદાર બોલ્યા કે, બાપુ, દસ-પંદરમાં શુ ફેર ? તરત ગાંધીજી બોલ્યા-સરદાર તમે આજે મને ગુરૂ મંત્ર આપ્યો છે. સાચી વાત છે દસ-પંદરમાં શું ફરક પડે...! તો કાલથી પાંચ જ ખજૂર આપજો. પાંચ કે દસમાં શું ફરક! આ છે ગાંધીજી બીજા દિવસ થી પાંચ-પાંચ ખજૂર જ ખાતા હતાં....!!
મને વિયોગ કરતાં વિરક વધારે ગમે છે. વિયોગ તો થોડીક પ્રતિક્ષા કરાવે પણ વિરહતો મારી નાખે છે. વિયોગમાં માણસ આકુળ થાય છે વિરહમાં વ્યાકુળ થાય છે. વિયોગના આંસુમાં ખારાશ હોય છે, વિરહના આંસૂ અમૃત છે. માનસના મોટાભાગના પાત્રો રડે છે. મારી વ્યાસપીઠ તમને સૌને રડતા શીખવે છે. રૂદન રડવુ એ પરમ ધામ છે. ભાગવતમાં ઉધ્ધવ આકુળ છે પછી એ વ્યાકુળ થયા છે.(મનોજ જોશી-‘મજો' રાજકોટ, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦, ૯૪૨૬૨ ૪૨૧૧૫)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
