<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

દેહરાદૂનના મોહબ્બેવાલા વિસ્તારમાં ખાતરથી ભરેલું એક ઝડપી કન્ટેનરે કારને અડફેટે લીધી : 4 લોકોના મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે i20 કાર સંપૂર્ણપણે કન્ટેનર નીચે કચડાઈ કચ્ચરઘાણ નીકળી ગયો

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના મોહબ્બેવાલા વિસ્તારમાં બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો  ખાતરથી ભરેલું એક ઝડપી કન્ટેનર અચાનક કાબુ બહાર ગયું અને દિલ્હી-દેહરાદૂન હાઇવે પર એક કાર પર પલટી ગયું હતું . અકસ્માત એટલો ગંભીર હતો કે i20 કાર સંપૂર્ણપણે કન્ટેનર નીચે કચડી ગઈ અને ચકનાચૂર થઈ ગઈ હતી , જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો  અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા. જોકે, પોલીસ અને ફાયર સર્વિસ ટીમો દ્વારા વ્યાપક પ્રયાસો બાદ કારની અંદર રહેલા 6 વર્ષના બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે .

(9:36 PM IST)