તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
ચીનમાં પરીક્ષા દરમિયાન ચોરી અટકાવવાની અનોખી વ્યવસ્થાનો વીડિયો વાઇરલઃ કાચના પારદર્શક માળ ઉપરથી પરીક્ષાર્થીઓની દરેક હિલચાલ પર નિરીક્ષકોની નજર: વિદ્યાર્થીઓ નીચે બેસીને પરીક્ષા આપે છે અને ઉપર નિરીક્ષકો ફરે છેઃ

બેઇજિંગ, તા. ૨૭ : પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ચીનમાં અપનાવવામાં આવેલી હોવાનો દાવો કરતી અનોખી વ્યવસ્થાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ નીચેના પરીક્ષાખંડમાં બેસીને પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે નિરીક્ષકો ઉપરના પારદર્શક કાચના માળ ઉપરથી તેમના પર નજર રાખી રહ્યા છે.
ચીનમાં પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ અટકાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા, મેટલ ડિટેક્ટર અને આધુનિક સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે ચીનની રાષ્ટ્રીય કોલેજ પ્રવેશ પરીક્ષામાં આશરે ૧.૨૯ કરોડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે વાઇરલ વીડિયોમાં દર્શાવાયેલો પરીક્ષાખંડ ખરેખર કઈ શૈક્ષણિક સંસ્થાનો છે તેની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ મળી શકી નથી.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
