POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
દંદરૌઆ ધામમાં ભક્તિનો અદભુત સંગમઃ ‘પૂજ્ય ભાઈશ્રી'ની ભાગવત કથામાં ‘બાગેશ્વર સરકારની આત્મીય મુલાકાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: મધ્યપ્રદેશના પ્રખ્યાત યાત્રાધામ દંદરૌઆ ધામમાં આજે ભક્તિ અને સ્નેહનો અનોખો સંગમ સર્જાયો હતો.
અહીં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી વહેતી શ્રીમદ્ ભાગવત કથાના પાવન પ્રસંગમાં ગત રાત્રે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કળષ્ણ શાષાીજી તોહિલ ભેટ માટે પધાર્યા હતા.
આ અવસરે પૂજ્ય ભાઈશ્રી અને બાગેશ્વર સરકાર વચ્ચે અતિ આત્મીય અને મંગલમયી શુભેચ્છા મુલાકાત થઈ હતી. પ્રાપ્ત વિડિયો મુજબ, ધીરેન્દ્ર શાષાીજીએ પૂજ્ય ભાઈશ્રીને જોતા જ વિનમ્રતાથી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૂજ્ય ભાઈશ્રીએ પણ અતિ તોહથી પોતાની શાલ તેમના ખભા પર ઓઢાડી સન્માન કર્યું હતું.
બંને સંતો વચ્ચે ધર્મ, સનાતન સંસ્કળતિ અને ભાગવતના પ્રસંગો પર હૃદયસ્પર્શી વાર્તાલાપ થયો હતો. આ મિલનને ઉપસ્થિત સંતો અને હજારો શ્રદ્ધાળુઓએ સનાતન પરંપરાના બે યુગના મિલન તરીકે વધાવી લીધું હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
