News of Wednesday, 13th May 2026
૩ કલાક માટે ભીખારી બન્યો યુવકઃ ખાટૂ શ્યામ મંદિર બહાર ભીખ માગીઃ કટોરામાં ૪૫૦૦થી વધુ રૂપિયા જમા થઈ ગયા
સોશિયલ મીડિયા પર એક ઇન્ફલુએન્સરે ૩ કલાક માટે ભીખારી બનીને કેટલી કમાણી થઈ તે શેર કરી : આ યુવક પોતાના કપડા ફાડીને ખાટૂ શ્યામ મંદિર બહાર ભીખ માગવા લાગ્યો. ખાટૂ શ્યામજીના મંદિરમાં દેશભરથી લાખો શ્રદ્ધાળુ આવે છે. મંદિરમાં ભક્તો એટલા ભાવુક હોય છે કે નાના-મોટા દાન સરળતાથી આપી દે છે

નવી દિલ્હી તા.૧૩: હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવાન ઇન્ફલુએન્સરનું અનોખું એક્સપેરિમેન્ટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. આ યુવકે રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિર બહાર ૩ કલાક માટે ભીખારી બનવાનો ચેલેન્જ લીધો હતો. જેમાં તે ફાટેલા-જૂના કપડા પહેરી, મેલામેલ ચહેરા સાથે કટોરો લઈને મંદિર બહાર બેઠો અને ભીખ માગવા લાગ્યો. જે પછી માત્ર ૩ કલાકમાં જ જ્યારે તેણે કટોરામાં પૈસા ગણ્યા, ત્યારે તેની કમાણી જોઈને બધા આヘર્યમાં પડી ગયા.
મંદિર બહાર માત્ર ૩ કલાક કટોરો પકડીને બેઠા બાદ તેમાં ૪૫૦૦થી વધુ રૂપિયા જમા થઈ ગયા હતા. યુવાને આ આખી ઘટના વીડિયો દ્વારા રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો અને લોકોમાં આヘર્યની લહેર ફેલાઈ ગઈ છે.
યુવકે જણાવ્યું કે તે લોકોની માનસિકતા અને મંદિર જેવા ધાર્મિક સ્થળે ભીખ મળવાની શક્યતા જાણવા માંગતો હતો. પહેલા કલાકમાં જ તેના કટોરામાં ઘણાં પૈસા આવવા લાગ્યા. શ્રદ્ધાળુઓ બાબા શ્યામના દર્શન કરવા આવતા હતા અને ઘણા લોકોએ યુવાનને જોઈને સહાનુભૂતિ દર્શાવી. કેટલાકે ૧૦-૨૦ રૂપિયા આપ્યા તો કેટલાકે ૫૦-૧૦૦ રૂપિયા પણ નાખ્યા. બપોર સુધી તેની કમાણી ૪૫૦૦ રૂપિયા પાર પહોંચી ગઈ હતી.
ખાટૂ શ્યામજીના મંદિરમાં દેશભરથી લાખો શ્રદ્ધાળુ આવે છે. મંદિરમાં ભક્તો એટલા ભાવુક હોય છે કે નાના-મોટા દાન સરળતાથી આપી દે છે. એ જ કારણ છે કે અહીં ભીખ માંગનાર અથવા દાન માંગનારને સારી કમાણી થઈ જાય છે. યુવાને વીડિયોના અંતમાં જણાવ્યું કે તેનો ઉદ્દેશ લોકોને બતાવવાનો હતો કે ભીખ માંગવું કેટલું સરળ લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં એ કેટલું મુશ્કેલ અને અપમાનજનક છે. તેણે કહ્યું, ‘‘હું માત્ર ૩ કલાક બેઠો હતો, છતાં થાક અને શરમ અનુભવાઈ. સાચા ભીખારી તો વર્ષો સુધી આ જીવન જીવે છે.'' પણ જ્યારે ૩ કલાકની ભીખ ગણવામાં આવી, ત્યારે પોતે યુવાન પણ આヘર્યમાં પડી ગયો હતો.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
