તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 24th July 2026
એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમેટી :કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ.જિતેન્દ્ર સિંહ સાથે ચર્ચા બાદ પારણા કર્યા
કેન્દ્રીય મંત્રીઓ સાથે થયેલી સકારાત્મક ચર્ચા અને આશ્વાસન બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો

નવી દિલ્હી : દેશના જાણીતા એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાનું અનશન સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે થયેલી સકારાત્મક ચર્ચા અને આશ્વાસન બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો છે. ગુરુગ્રામની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ.જિતેન્દ્ર સિંહ રૂબરૂ મુલાકાત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમની ઉપસ્થિતિમાં વાંગચુકે પારણાં કરીને અનશન તોડ્યું હતું.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા સોનમ વાંગચુકને તેમની માંગણીઓ અંગે યોગ્ય ફોરમમાં ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધવામાં આવેલા કેસો પર પણ પુનર્વિચાર કરવાની બાંહેધરી સરકાર તરફથી આપવામાં આવી છે. સરકારના આ સકારાત્મક અભિગમ અને વલણને કારણે વાંગચુકે પોતાનું આંદોલન સમેટવાનો નિર્ણય લીધો છે.
આ દરમિયાન નીટ પેપર લીક વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન અંગે પણ વાંગચુકે સ્પષ્ટ સંદેશો આપ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને વિનંતી કરી છે કે કોઈપણ સંજોગોમાં શાંતિ જાળવી રાખવી જોઈએ અને હિંસાથી દૂર રહેવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેપર લીક મામલે આગામી સપ્સંદમાં સખત કાયદો લાવવાની જાહેરાતના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સમગ્ર પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે, જેનાથી વાંગચુકે સંતોષ વ્યક્ત કરી અનશન સમેટ્યું છે.
દેશના જાણીતા એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાનું અનશન સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે થયેલી સકારાત્મક ચર્ચા અને આશ્વાસન બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો છે. ગુરુગ્રામની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ.જિતેન્દ્ર સિંહ રૂબરૂ મુલાકાત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમની ઉપસ્થિતિમાં વાંગચુકે પારણાં કરીને અનશન તોડ્યું હતું.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા સોનમ વાંગચુકને તેમની માંગણીઓ અંગે યોગ્ય ફોરમમાં ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધવામાં આવેલા કેસો પર પણ પુનર્વિચાર કરવાની બાંહેધરી સરકાર તરફથી આપવામાં આવી છે. સરકારના આ સકારાત્મક અભિગમ અને વલણને કારણે વાંગચુકે પોતાનું આંદોલન સમેટવાનો નિર્ણય લીધો છે.
આ દરમિયાન નીટ પેપર લીક વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન અંગે પણ વાંગચુકે સ્પષ્ટ સંદેશો આપ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને વિનંતી કરી છે કે કોઈપણ સંજોગોમાં શાંતિ જાળવી રાખવી જોઈએ અને હિંસાથી દૂર રહેવું જોઈએ. વડાપ્રધાન મોદી દ્વારા પેપર લીક મામલે આગામી સપ્સંદમાં સખત કાયદો લાવવાની જાહેરાતના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સમગ્ર પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે, જેનાથી વાંગચુકે સંતોષ વ્યક્ત કરી અનશન સમેટ્યું છે.
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
