News of Friday, 17th April 2026
એક્ટર વિજયની પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર
વર્ષમાં ૬ ફ્રી સિલિન્ડર, લગ્નમાં ૮ ગ્રામ સોનું, ૬૦ વર્ષથી મોટી મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા અને ઉચ્ચ ભણતર માટે ૨૦ લાખ રૂપિયા સુધીની લોન આપવાનું વચન

ચેન્નાઈ,તા.૧૭: તામિલનાડુમાં તમિલગા વેટ્રી કઝગમ (TVK) પાર્ટીના પ્રમુખ અને ઍક્ટર વિજયે ગુરુવારે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. આ પાર્ટીએ પણ મહિલાઓને રોકડ રકમ અને ફ્રી સુવિધાઓની રેવડી જ ઑફર કરી છે. ઍક્ટર વિજયે કહ્યું હતું કે ‘જો મારી પાર્ટી જીતશે તો મહિલાઓને દર વર્ષે ૬ ફ્રી ગેસ-સિલિન્ડર મળશે. ૬૦ વર્ષથી મોટી વયની મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને લગ્ન માટે ૮ ગ્રામ સોનું અને સિલ્કની સાડી આપવામાં આવશે.' AI દ્વારા સંચાલિત મફત કોમ્પિટિટિવ એક્ઝામનું કોચિગ આપવામાં આવશે. ગ્રેજ્યુએશનથી લઈને ડોક્ટરેટ સુધીના ભણતર માટે ૨૦ લાખ રૂપિયા સુધીની લોન. રોજગાર કાર્યાલયમાં રજિસ્ટર્ડ પ્રત્યેક ગ્રેજ્યુએટ બેરોજગાર યુવાનને મહિને ૫૦૦૦ રૂપિયાની મદદ મળશે. વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગોને દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
