News of Thursday, 5th November 2026
ઘી-બટરનાં ભાવ બાદ અદાણી CNGના ભાવમાં રૂ.૨.૩૦નો વધારો
મોંઘવારીનો ડબલ ડોઝ! અમદાવાદમાં અદાણી CNGનો ભાવ રૂ.૧૦૦ને પાર

અમદાવાદ, તા. ૫ : મોંઘવારીનો ડબલ ડોઝ! દિવાળી પહેલાં ઘી-બટરનાં ભાવ બાદ અદાણી CNGના ભાવમાં રૂ.૨.૩૦નો વધારો. દિવાળીના તહેવાર પહેલાં જ મોંઘવારીનો માર સામાન્ય જનતાને પડવા લાગ્યો છે. એક તરફ આજે અદાણી ઘ્ફઞ્ના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ ગઈકાલે અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે. એટલે વાહનચાલકો હોય કે પછી રસોડામાં દિવાળીની તૈયારીઓ કરી રહેલા પરિવારો, સૌના બજેટ પર મોંઘવારીનો બોજ વધ્યો છે.
દિવાળીના તહેવાર પહેલાં જ મોંઘવારીનો માર સામાન્ય જનતાને પડવા લાગ્યો છે. એક તરફ આજે અદાણી CNGના ભાવમાં વધારો (Adani CNG Price Hike) થયો છે, તો બીજી તરફ ગઈકાલે અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે. એટલે વાહનચાલકો હોય કે પછી રસોડામાં દિવાળીની તૈયારીઓ કરી રહેલા પરિવારો, સૌના બજેટ પર મોંઘવારીનો બોજ વધ્યો છે. અમદાવાદમાં અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો ૨ રૂપિયા ૩૦ પૈસા વધતાં ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે અમૂલે પણ ઘી અને બટરના ભાવમાં વધારો કરતાં તહેવારની ખરીદી મોંઘી બની છે.
સૌપ્રથમ વાત કરીએ CNGના ભાવ વધારાની. અમદાવાદમાં અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયા ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ૯૮ રૂપિયા ૪૭ પૈસા પ્રતિ કિલોના ભાવે મળતું CNG હવે ૧૦૦ રૂપિયા ૭૭ પૈસા પ્રતિ કિલોના ભાવે મળશે. એટલે દિવાળી પહેલાં જ વાહનચાલકોને ગેસ ભરાવવો મોંઘો પડશે. પેટ્રોલ-ડીઝલના ખર્ચથી બચવા CNG વાહનોનો ઉપયોગ કરતા લોકોના ખિસ્સા પર પણ હવે વધારાનો બોજ પડશે.
તો બીજી તરફ ગઈકાલે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક કિલો અમૂલ ઘીનો ભાવ ૬૩૦ રૂપિયાથી વધારીને ૬૮૦ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ૫૦૦ ગ્રામ શુદ્ધ ઘીના પાઉચમાં ૨૦ રૂપિયાનો વધારો થતાં નવો ભાવ ૩૪૫ રૂપિયા થયો છે. આ ઉપરાંત ૫૦૦ ગ્રામ બટરના પેકેટમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો નવો ભાવ ૩૨૫ રૂપિયા થયો છે. જ્યારે ૧૦૦ ગ્રામ બટરના પેકેટનો ભાવ ૬૩ રૂપિયાથી વધારીને ૬૬ રૂપિયા કરવામાં આવ્યો છે.
પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ અને વડોદરા સહિત રાજ્યનાં કેટલાંક શહેરોમાં અમૂલ ઘીની અછતની સ્થિતિ પણ જોવા મળી રહી છે. એક તરફ વાહનોમાં ગેસ ભરાવવો મોંઘો થયો છે, તો બીજી તરફ ઘરના રસોડામાં વપરાતી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા છે. આમ દિવાળીના તહેવાર પહેલાં જ CNG, ઘી અને બટરના ભાવ વધારાએ સામાન્ય જનતાના તહેવારી બજેટમાં મોંઘવારીનો વધારાનો ડોઝ આપી દીધો છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
