News of Tuesday, 5th May 2026
ગયા વર્ષના હત્યાકાંડ બાદ કશ્મીરમાં ફરી એડવેન્ચર ટૂરિઝમને વેગ સોનમર્ગ - પહેલગામમાં રાફ્ટિંગ શરૂ થશે
પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ તૈયારી: ૭ મેથી નદીના પ્રવાહમાં રોમાંચની મજા ફરી માણી શકાશે

જમ્મુ-કશ્મીરના સોનમર્ગ અને પહેલગામમાં ગયા વર્ષે ૨૨ એપ્રિલના હત્યાકાંડ બાદ બંધ કરાયેલી રાફ્ટિંગ પ્રવૃત્તિ બે દિવસ બાદ, ૭ મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. સુરક્ષાના કડક માપદંડો સાથે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
પર્યટન અધિકારીઓના જણાવ્યા મુજબ, હવામાન સાનુકૂળ રહેતા આ નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓ કોઈપણ જોખમ વિના એડવેન્ચર ટૂરિઝમનો આનંદ માણી શકે તે માટે તાલીમબદ્ધ ગાઈડ, સુરક્ષા ઉપકરણો અને નદીના રસ્તાઓની ચકાસણી પૂર્ણ કરાઈ છે. સોનમર્ગમાં આગામી દિવસોમાં એક મોટા રાફ્ટિંગ કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ આ નિર્ણયને ઉમળકાભેર આવકાર્યો છે, કારણ કે તેનાથી પ્રવાસીઓનો રોકાણ સમય વધશે અને સ્થાનિક યુવાનો માટે ગાઈડ કે ડ્રાઇવર તરીકે રોજગારીની નવી તકો ઊભી થશે.*
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
