News of Tuesday, 26th May 2026
એક વખત LPG કનેક્શન સરેન્ડર કરાવ્યા બાદ ફરી લઇ શકાશે
સરકારે ૨૫ મે ૨૦૨૬ના રોજ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન અમેંડેમેન્ટ ઓર્ડર ૨૦૨૬ જાહેર કર્યો : આ સુવિધા ખાસ કરીને ટ્રાંસફરેબલ નોકરીવાળા કર્મચારીઓ, પ્રવાસી પરિવારો, છાત્રો, ભાડુઆત અને વારંવાર શહેર બદલાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે

નવી દિલ્હી તા.૨૬: પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શન લેનારા ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે LPG સપ્લાય અને ડિસ્ટ્રીબ્યૂશન સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કરતા ગ્રાહકોને વધારે છૂટ આપી છે. નવા નિયમ બાદ હવે પીએનજી કનેક્શન લીધા બાદ તમે એલપીજી કનેક્શન બંધ કરાવવાની સાથે સાથે ભવિષ્યમાં તેને ફરી વાર ચાલૂ કરવાની સુવિધા પણ મેળવી શકશો.
સરકારે ૨૫ મે ૨૦૨૬ના રોજ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન અમેંડેમેન્ટ ઓર્ડર ૨૦૨૬ જાહેર કર્યો છે. જે અંતર્ગત ખાસ કરીને એ ગ્રાહકોને રાહત આપી છે, જે કોઈ બીજા શહેરમાં શિફટ થતા રહે છે અથવા જેમને રહેવા માટે વારંવાર જગ્યા બદલવી પડે છે. સરકારનું કહેવું છે કે આ પગલું ગ્રાહકોને વધારે સુવિધા અને સારો વિકલ્પ આપવા માટે ઉઠાવ્યું છે.
નવા નિયમ અનુસાર, જે ગ્રાહકોએ પોતાના ઘરમાં પીએનજી કનેક્શન લગાવી રાખ્યું છે, તે હવે ૩૦ દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવવા માટે અરજી કરી શકશે. પહેલા આ પ્રક્રિયામાં ઘણો ભ્રમ અને તકલીફો સામે આવતી હતી. સૌથી મોટો બદલાવ એ છે કે હવે ગ્રાહકોને ટ્રાંસફર વાઉચરની સુવિધા પણ મળશે. તેનો મતલબ એ છે કે જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં એવા વિસ્તારમાં શિફટ થાય છે, જ્યાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ નથી, તો તે વાઉચર દ્વારા પોતાની એલપીજી કનેક્શન ફરી વાર ચાલું કરાવી શકશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ સુવિધા ખાસ કરીને ટ્રાંસફરેબલ નોકરીવાળા કર્મચારીઓ, પ્રવાસી પરિવારો, છાત્રો, ભાડુઆત અને વારંવાર શહેર બદલાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અત્યાર સુધી કેટલાય લોકો પીએનજી કનેક્શન લીધા બાદ એલપીજી કનેક્શન બંધ કરાવવાથી ડરતા હતા, કેમ કે તેમને ડર હતો કે ભવિષ્યમાં જરૂર પડવા પર નવું કનેક્શન લેવામાં ફરી વાર સિક્યોરિટી ડિપોઝિટ, ડોક્યુમેંટેશન અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પણ હવે ટ્રાંસફર વાઉચરના કારણે આ તકલીફ ઘણા બધા અંશે ખતમ થઈ જશે.
સરકારનું કહેવું છે કે આ નિર્ણય ગ્રાહકોને વધારે સુવિધા અને ફલેક્સિબિલિટી આપવાની દિશામાં ઉઠાવવામાં આવ્યું છે. સાથે જ તેનાથી ગેસ વિતરણ વ્યવસ્થાને પણ વધારે વ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં મોટા શહેરોમાં પીએનજી નેટવર્ક ઝડપથી વધશે. આવા સમયે આ નવા નિયમથી લાખો શહેરી ગ્રાહકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
