News of Wednesday, 17th June 2026
અયોધ્યા શ્રીરામ મંદિરમાં ચંદા ચોરી બાદ હવે સોના-ચાંદીની ૧૨૫૦ શિલાઓ ગાયબ થયાનો ધડાકો
ધર્મસેનાના સ્થાપક સંતોષ દુબેનો સનસનાટીભર્યો દાવો : વર્ષ ૧૯૮૯માં દેશ-વિદેશ અને ગામડે-ગામડેથી પૂજિત થઈને અયોધ્યા આવેલી સોના, ચાંદી, હીરા, માણીક્ય અને અષ્ટધાતુની કિમતી શિલાઓ ગાયબ : ચંદા ચોરીનો મામલો હવે પૈસાથી આગળ વધીને કિમતી ધાતુઓ સુધી પહોંચ્યો

રાજકોટ : અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં દાનમાં મળેલી રકમ અને ચંદા ચોરીના વિવાદો વચ્ચે હવે એક નવો જ વિસ્ફોટક દાવો સામે આવતા ભારે ચકચાર જાગી છે. સોશિયલ મીડિયા પર પત્રકાર સચિન ગુપ્તા દ્વારા શેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રામ મંદિરમાં ચંદા ચોરીનો મામલો હવે માત્ર રોકડા પૈસા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ સોના-ચાંદી અને કિમતી અષ્ટધાતુ સુધી પહોંચી ગયો છે.
ધર્મસેનાના સ્થાપક સંતોષ દુબેએ આ અંગે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૮૯માં જ્યારે દેશભરમાં રામ મંદિર આંદોલન અંતર્ગત શિલા પૂજન અભિયાન ચાલતું હતું, ત્યારે દેશ-વિદેશના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા પૂજિત થઈને અયોધ્યા મોકલવામાં આવેલી સોના-ચાંદી, હીરા-માણીક્ય અને અષ્ટધાતુની બનેલી આશરે ૧૨૫૦ જેટલી પવિત્ર શિલાઓ હવે ત્યાંથી 'ગાયબ' થઈ ગઈ છે.
જ્યારે બીજી તરફ સામાન્ય માટી કે પથ્થરની શિલાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ કિમતી ધાતુઓ અને રત્નોથી જાડિત શિલાઓ ગાયબ હોવાનો દાવો કરાતા રામ ભક્તોમાં ભારે આヘર્ય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ચંદા ચોરીના ગંભીર આરોપો બાદ આટલી મોટી સંખ્યામાં પવિત્ર અને કિમતી શિલાઓ ગુમ થવાના અહેવાલોએ અયોધ્યાથી લઈને સમગ્ર દેશના રાજકારણ અને ધાર્મિક જગતમાં નવો ગરમાવો લાવી દીધો છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
