News of Sunday, 19th July 2026
વારાણસી પછી, અયોધ્યામાં માંસ પાર્ટી; સરયુ નદીમાં બોટ પર મટન ખાધું; ત્રણની ધરપકડ
અયોધ્યા: સોશિયલ મીડિયા પર એક વાયરલ વિડીઓમાં સરયુ નદીમાં હોડી પર બેસીને લોકો માંસ પાર્ટી કરતા અને દારૂ પીતા જોવા મળ્યા: પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર યોજાતી મીટ પાર્ટીની ચર્ચા થોડી ઓછી થઈ ન હતી કે અયોધ્યાથી એક તાજો બનાવ સામે આવ્યો. સરયુ નદીમાં હોડી પર બેસીને કેટલાક લોકોએ મટન ખાધું અને દારૂ પીધો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. વીડિયોમાં ગુપ્તાર ઘાટ નજીક નદીમાં એક બોટ પર ચાર પુરુષો માંસ ખાતા અને દારૂ પીતા જોવા મળ્યા. વીડિયો વાયરલ થયા પછી, પોલીસે કાર્યવાહી કરી અને ત્રણ લોકોની ધરપકડ કરી.
શહેરના સર્કલ ઓફિસર (CO) શ્રીયશ ત્રિપાઠીએ રવિવારે જણાવ્યું હતું કે, "વીડિયોમાં ચાર યુવાનો મટન ખાતા અને દારૂ પીતા જોવા મળે છે. તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે." પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ લવકુશ નિષાદ, જીતેન્દ્ર નિષાદ અને રાજકુમાર નિષાદ તરીકે કરી છે. પોલીસનો આરોપ છે કે આ લોકોએ નદીને પવિત્ર માનનારા ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
અગાઉ, જૂનમાં વારાણસીમાં આવી જ ઘટના બની હતી, જ્યારે એક વીડિયોમાં ગંગા નદીમાં હોડી પર કેટલાક લોકો ચિકન રાંધતા અને બીયર પીતા દેખાતા હતા. આ ઘટના સંદર્ભે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દશાશ્વમેઘના સહાયક પોલીસ કમિશનર અતુલ અંજન ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા પાંચેય લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને તેમની બોટ જપ્ત કરવામાં આવી હતી. અગાઉ, માર્ચમાં, ગંગા નદીમાં એક બોટ પર ઇફ્તાર પાર્ટી દરમિયાન લોકો કથિત રીતે ચિકન બિરયાની ખાતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ધાર્મિક સ્થળને અપવિત્ર કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) યુવા મોરચાના શહેર એકમના પ્રમુખ રજત જયસ્વાલની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી
સરયુ નદીમાં બોટ પર કેટલાક લોકો મટન પાર્ટી કરી રહ્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં, એક યુવક કહેતો જોવા મળે છે, "ભાઈ, આજે ઘણા સમય પછી મટન પાર્ટી છે." કેમેરા પોતાના મિત્રો તરફ ફેરવતા, યુવકે કહ્યું, અમારા પ્રિય મિત્રો લવકુશ નિષાદ, રાજકુમાર નિષાદ, મોટા ભાઈ જીતેન્દ્ર નિષાદ સાથે. આજે અમે બકરી પાર્ટીમાં બકરી ભુસુડી રાંધી છે. ભૈયા, તેં મારું દિલ જીતી લીધું છે... ભૈયા, બકરી કેવી રીતે રાંધાઈ ગઈ!! મિત્ર થાળીમાંથી એક ટુકડો ઉપાડે છે અને કહે છે, નંબર વન... નંબર વન ભૈયા... બધાને મજા આવી. પછી તે યુવાન કહે છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જો એક કે બે મહિનામાં આવી પાર્ટી થાય તો મજા આવે. વીડિયોમાં, બીજા મિત્રનું નામ લેતા, તે યુવાન કહે છે કે જો અમરજીત નિષાદ હોત તો વધુ મજા આવત.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
