News of Friday, 26th June 2026
TRAI ના નવા રિપોર્ટમાં એરટેલ અને Jioનો દબદબોઃ મે મહિનામાં લાખો યુઝર્સ જોડાયા
ખાનગી કંપનીઓએ ૯૨ ટકાથી વધુ બજાર હિસ્સા પર જમાવ્યો પોતાનો મજબૂત કબજો મે મહિનામાં દેશમાં મોબાઈલ ગ્રાહકોનો આંકડો ૧૩૪ કરોડને પારઃ BSNLના વળતા પાણી

નવી દિલ્હી, તા.૨૬: ભારતીય ટેલિકોમ નિયામક સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા મે મહિનાના સત્તાવાર અહેવાલે માર્કેટમાં નવો ગરમાવો લાવી દીધો છે. દેશમાં ડિજિટલ ક્રાંતિ એટલી ઝડપથી આગળ વધી રહી છે કે માત્ર એક જ મહિનામાં ભારતમાં આશરે ૫૦ લાખ (૫ મિલિયન) નવા મોબાઈલ કનેક્શન ઉમેરાયા છે, જેનાથી કુલ યુઝર્સની સંખ્યા ૧૩૪.૩૧ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ રેસમાં ખાનગી કંપનીઓએ ફરી એકવાર મેદાન માર્યું છે અને દેશના કુલ ટેલિકોમ માર્કેટના ૯૨.૭૧% હિસ્સા પર પોતાનું એકહથ્થુ શાસન સ્થાપિત કરી દીધું છે.
આ આંકડાકીય જંગમાં ટેલિકોમ જાયન્ટ ગણાતી કંપનીઓએ કરોડો ગ્રાહકોને પોતાની તરફ આકર્ષ્યા છે. મે મહિનામાં ભારતી એરટેલે શાનદાર પ્રદર્શન કરતા પોતાના નેટવર્કમાં ૨૯.૨૬ લાખથી વધુ નવા ગ્રાહકો ઉમેર્યા છે, જ્યારે રિલાયન્સ જિયો પણ ૨૧.૫૪ લાખથી વધુ નવા યુઝર્સ સાથે બરાબરની ટક્કર આપી રહ્યું છે. બીજી તરફ, લાંબા સમયથી આર્થિક કટોકટી અને ગ્રાહકોની અછતનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા (Vi) માટે પણ આ મહિનો આશાનું નવું કિરણ લાવ્યો છે; પોતાની ૫ઞ્ સેવાઓના વિસ્તરણને કારણે કંપનીએ માર્કેટમાં ૧.૨૧ લાખ નવા ગ્રાહકો ઉમેરવામાં સફળતા મેળવી છે.
જો બજાર હિસ્સા અને સક્રિય ગ્રાહકોની વાત કરીએ, તો ૩૯.૨૭% માર્કેટ શેર સાથે રિલાયન્સ જિયો હજુ પણ દેશની નંબર વન કંપની બનેલી છે અને તેની પાસે ૪૯૫.૫૬ મિલિયન એક્ટિવ યુઝર્સ છે. જોકે, ગ્રાહકોની ગુણવત્તા અને સક્રિયતાની બાબતમાં એરટેલ ૯૯.૨૮% ના સર્વોચ્ચ એક્ટિવ રેટ સાથે માર્કેટ લીડર સાબિત થઈ છે. આ ભીષણ સ્પર્ધા વચ્ચે સરકારી ટેલિકોમ કંપની ગ્લ્ફન્ને મોટો ઝટકો લાગ્યો છે, જેના નેટવર્કમાંથી ૧.૦૪ લાખથી વધુ ગ્રાહકો સરકી ગયા છે અને તેનો માર્કેટ શેર ઘટીને માત્ર ૭.૨૮% જ રહી ગયો છે
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
