News of Sunday, 22nd November 2026
આગરામાં આજે આકાશ આનંદની વિશાળ જનસભા : બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનને વેગ આપશે
બહેન માયાવતીના ભત્રીજા અને બસપાના રાષ્ટ્રીય સંયોજક બપોરે ૧૨ વાગ્યા પછી સભામાં પહોંચશે : એટમાદપુર બેઠકના ઉમેદવારની જાહેરાતનો કાર્યક્રમ

આગરા : ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી બહેન માયાવતીના ભત્રીજા આકાશ આનંદ આજે રવિવારે આગ્રા જિલ્લાના એટમાદપુરમાં વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધવાના છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને પરંપરાગત સમર્થક વર્ગ સાથે સીધો સંપર્ક સાધવા આ કાર્યક્રમ યોજાયો છે.
એટમાદપુરના મોડેલ સ્કૂલ મેદાનમાં અત્યારે બપોરે ૧૨ વાગ્યાથી સભા શરૂ થયેલ છે. સવારે ૧૦ વાગ્યાથી કાર્યકર્તાઓનું આગમન શરૂ થવાનું હતું, જ્યારે આકાશ આનંદ બપોરે ૧૨ વાગ્યા પછી સભાસ્થળે પહોંચવાના છે. મેદાનમાં આશરે ૧૦ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
સભામાં એટમાદપુર વિધાનસભા બેઠક માટે સર્વેશ બઘેલને બસપાના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો કાર્યક્રમ છે. આકાશ આનંદ યુવા અને દલિત મતદારો વચ્ચે પાર્ટીનો સંપર્ક વધારવા તેમજ આગામી ચૂંટણી માટે સંગઠનને સક્રિય કરવા પ્રયત્ન કરશે.
બસપા સામે સમાજવાદી પાર્ટીના પછાત, દલિત અને લઘુમતી વર્ગોના રાજકીય સમીકરણો તથા અન્ય પક્ષોના નવા ગઠબંધનો વચ્ચે પોતાનો પરંપરાગત આધાર જાળવી રાખવાનો પડકાર છે. આકાશ આનંદ અગાઉ ૨૦૧૯ અને ૨૦૨૪માં આગ્રામાં જાહેરસભાઓ સંબોધી ચૂક્યા છે. આ તેમની આગ્રાની ત્રીજી મહત્વપૂર્ણ સભા હશે. આગામી ૨૯ નવેમ્બરે કાનપુરમાં પણ તેમની સભા યોજાવાની છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
