<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અકિલા - ગણાત્રા પરિવારના સુરેશભાઈ, કિરીટભાઈ, અજીતભાઈ, રાજુભાઈના નાના બહેન, નિમીષભાઈના ફઈબા ભાવનાબેન દિપકભાઈ નાગ્રેચા શ્રીજી ચરણ પામ્યા : કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે સ્મશાનયાત્રા

રાજકોટ : સ્વ.બાબુભાઈ (ગુણવંતભાઈ) લાલજીભાઈ ગણાત્રા (જય સૌરાષ્ટ્ર પ્રેસ અકિલા દૈનિક) અને સ્વ. શાંતાબેન ગુણવંતરાય ગણાત્રાના પુત્રી અને માનસી અભિજીત પારઘીના માતુશ્રી ભાવનાબેન (ધારાબેન) દિપકકુમાર નાગ્રેચા આજરોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેઅો દિપકભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (મુળ સાવરકુંડલા હાલ રાજકોટ)ના ધર્મપત્નિ અને જલારામ જયોતના તંત્રી સુરેશભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના મેનેજીંગ તંત્રી કિરીટભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા સ્વ. રાજુભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા મીનાબેન હરીશભાઈ ચગ, ભારતીબેન લલીતભાઈ સવજાણી, સ્મિતાબેન સુનિલભાઈ રાયચુરાના બહેન તથા અકિલાના ઍક્ઝિક્યુટીવ ઍડીટર અને અકિલાની વેબ ઍડીશનના ઍડીટર નિમીષભાઈ કિરીટભાઈ ગણાત્રા અને કિરણબેનના ફઈબા થતા હતા. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે અકિલા કાર્યાલય, મોટી ટાંકી ખાતેથી નીકળશે.

(10:58 PM IST)