News of Monday, 19th October 2026
ટાઇગર શ્રોફ ઉપર હુમલો કરનાર ત્રણેય શૂટર્સ કોટાથી ઝડપાયાઃ નેપાળ ભાગવાના હતા
ફાયરિંગ કરવા એડવાન્સમાં મળ્યા હતા રૂ.૫૦,૦૦૦

કોટા, તા.૧૯: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના પોશ વિસ્તાર જુહુ ખાતે થયેલા સનસનાટીભર્યા ગોળીબાર કેસમાં રાજસ્થાનની કોટા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. મુંબઈમાં ઘટનાસ્થળેથી બાઇક પર ફરાર થઈને સુરત પહોંચેલા અને ત્યાંથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં રહેલા ત્રણ હુમલાખોરોને કોટા રેલ્વે સ્ટેશન પરથી પુણે-જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. કોટાના મહિલા એસપી તેજસ્વિની ગૌતમના નેતળત્વમાં પોલીસે ગુપ્ત બાતમી મળ્યાના ગણતરીના ૧૫ મિનિટમાં જ ઘેરાબંધી કરીને આખું ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં હરિયાણાના સોનીપતનો ફૂલ સિંહ, રેહાન ઉર્ફે સુક્કા અને બિહારના બેગુસરાયનો સગીર વયનો ઋત્વિક કુર્મી ઉર્ફે રોશન સામેલ છે, જે મુંબઈમાં બાઇક ટેક્સી ચલાવતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ આખા હુમલાનું મુખ્ય કાવતરું રેહાને ઘડ્યું હતું અને તે લોરેન્સ બિ‘ોઈ ગેંગ સાથે સંકળાયેલા વિદેશમાં બેઠેલા ગંગસ્ટર અનિલ પંડિત સાથે સતત સંપર્કમાં હતો. રેહાન પોતાની પળેપળની લોકેશન અને પ્લાનિંગ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી સિકયોર એપ્સ દ્વારા અનિલ પંડિત સાથે શેર કરી રહ્યો હતો. હુમલાખોરોએ મુંબઈથી જયપુર અને ત્યાંથી દિલ્હી થઈને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને નેપાળ ભાગી જવાની સંપૂર્ણ યોજના બનાવી લીધી હતી. જોકે, તેમના કબ્જામાંથી હાલ કોઈ હથિયારો મળ્યા નથી, જેથી પોલીસે તેઓએ શષાો કયાં છુપાવ્યા તેની તપાસ શરૂ કરી છે. બીજી તરફ, રેહાનના પિતાએ પણ પુત્રની ગુનાહિત પળષ્ઠભૂમિ અંગે મોટું નિવેદન આપતા કડકમાં કડક સજાની માગ કરી છે.
આ સનસનાટીભર્યા ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજસ્થાન પોલીસની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ત્રણેય શૂટરોને ટૂંક સમયમાં જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે. મુંબઈ પોલીસની ટીમ આ હાઇ-પ્રોફાઇલ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને હુમલા પાછળનો વાસ્તવિક હેતુ અને અન્ય સંડોવાયેલા નામોનો ખુલાસો કરવા જઈ રહી છે. બોલિવૂડ અને રાજકીય વર્તુળોમાં આ ઘટનાને કારણે ભારે ખળભળાટ મચી ગયો છે, અને આ કેસમાં ગેંગસ્ટર નેટવર્કની ઊંડી સંડોવણી સામે આવ્યા બાદ અભિનેતા ટાઇગર શ્રોફની સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
