<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

‘‘મારી સાથે અલ્‍લાહ છેઃ તેનો સાથ જ મારા માટે પૂરતો છેઃ હું લોકો માટે કુરબાની આપી રહ્યો છું અને અલ્‍લાહને મળવા જઈ રહ્યો છું

લશ્‍કરના આતંકી લતીફ ભટે સરેન્‍ડર કરવાનો કર્યો ઇનકાર, સેનાએ કુલગામમાં ઘેર્યો

કુલગામ,તા.૧૮: દક્ષિણ કાશ્‍મીરના કુલગામ જિલ્‍લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. માનવામાં આવે છે કે લશ્‍કર-એ-તૈયબા (LeT)નો કમાન્‍ડર લતીફ ભટ ત્‍યાં ફસાયો છે. ૧૬ નવેમ્‍બરે પણ તે અથડામણ સ્‍થળેથી ભાગી છૂટ્‍યો હતો. એવું માનવામાં આવતું હતું કે તે અથડામણમાં લતીફ સહિત લશ્‍કરના ૨ આતંકવાદીઓ માર્યા ગયા છે, પરંતુ બાદમાં જાણવા મળ્‍યું કે લતીફ ત્‍યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં લતીફને સરેન્‍ડર કરવા માટે કહેવામાં આવ્‍યું હતું. જોકે, તેણે ઇનકાર કરી દીધો હતો. વીડિયોમાં સેનાના અધિકારીઓ લશ્‍કરના કમાન્‍ડરને સમજાવતાં કહે છે, ‘‘અમે તારી સાથે જ છીએ. તું સરેન્‍ડર કરી દે. તું આવું કેમ માને છે કે...'' બીજી તરફથી લતીફ કહે છે, ‘‘મારી સાથે અલ્‍લાહ છે, તેનો સાથ જ મારા માટે પૂરતો છે. હું લોકો માટે કુરબાની આપી રહ્યો છું અને અલ્‍લાહને મળવા જઈ રહ્યો છું.''

તાજેતરમાં કુલગામમાં ઘ્‍ય્‍ભ્‍જ્‍ના જવાનો પર થયેલા હુમલાનો માસ્‍ટરમાઇન્‍ડ લતીફ ભટ જ હતો. માનવામાં આવે છે કે તે કાશ્‍મીર ખીણમાં લશ્‍કરનો છેલ્‍લો સક્રિય સ્‍થાનિક કમાન્‍ડર છે. તેના પર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્‍યું છે. લતીફ ભટ લશ્‍કર-એ-તૈયબાનો ટોચનો કમાન્‍ડર છે. ખીણમાં થયેલા અનેક હુમલાઓમાં તેની સંડોવણી રહી છે, જેમાં આ વર્ષે જુલાઈમાં કુલગામમાં પરપ્રાંતીય મજૂરોની હત્‍યાની ઘટના પણ સામેલ છે.

૨૨ વર્ષનો લતીફ ભટ કુલગામના ખ્રેવન ચાદર ગામનો રહેવાસી છે. કહેવાય છે કે નવેમ્‍બર ૨૦૨૫માં તે ઘર છોડીને લશ્‍કર-એ-તૈયબામાં જોડાયો હતો. કિશ્‍તવાડ જિલ્‍લામાં સ્‍પેશિયલ પોલીસ ઓફિસર (SPO) બાબી ચંદ અને યશપાલ કુમારની હત્‍યા પાછળ પણ તેનો હાથ હતો. આ બંને SPO સેનામાં જોડાવા માટે પરત ફરી રહ્યા હતા. આ ઘટનાઓ બાદ સમગ્ર જમ્‍મુ-કાશ્‍મીરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું હતું.

લતીફ ભટ સુરક્ષા એજન્‍સીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે, કારણ કે તેણે નાના પાયે હુમલા કરીને ત્‍યાંથી સુરક્ષિત રીતે ભાગી છૂટવાની રીત શીખી લીધી છે. હુમલા બાદ તે સ્‍થાનિક લોકોની વચ્‍ચે ભળી જાય છે, જેના કારણે તેને શોધવો ખૂબ મુશ્‍કેલ બની જાય છે. છેલ્‍લા એક વર્ષમાં તે લશ્‍કર-એ-તૈયબા માટે ખૂબ જ મહત્ત્વનો સાથી બની ગયો છે.

લશ્‍કર-એ-તૈયબા પોતાના પ્રોક્‍સી સંગઠન ‘ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ' (TRF)ના નામે હુમલા કરે છે. તેને પાકિસ્‍તાનમાં બેઠેલા પોતાના આકાઓ પાસેથી સૂચનાઓ મળતી હતી. ISI લતીફ ભટની મદદથી કાશ્‍મીરમાં પોતાનું સ્‍થાનિક નેટવર્ક વધુ  મજબુત કરવા માંગે છે.

(10:22 AM IST)