<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના મોટા જોખમને ધ્‍યાનમાં લઈ કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયની વરિષ્ઠ ટીમે કાશ્‍મીરમાં જ અડીંગો જમાવ્‍યો

ઇતિહાસમાં પ્રથમ વખત સેનાની અત્‍યંત ખતરનાક એસએસએફની વિકાસ બટાલિયન અને એનએસજી કમાન્‍ડો સહિત સેંકડો ડ્રોન સુરક્ષા માટે તૈનાતઃ શ્રીનગર અને દક્ષિણ કાશ્‍મીરના ગુપ્ત સ્‍થળોએ પણ તૈનાત કરવામાં આવી

નવી દિલ્‍હીઃ ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળોએ અત્‍યાંત કડક વ્‍યુહરચના તૈયાર કરી છે. સંભવિત આતંકી હુમલાના ખતરાને જોતા ગૃહમંત્રીના આદેશથી કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓની ટીમ યાત્રા સંપન્ન થાય ત્‍યાં સુધી કાશ્‍મીરમાં રહીને સુરક્ષા વ્‍યવસ્‍થાની દેખરેખ રાખશે.

આ વર્ષે સુરક્ષા માટે સેનાની વિશેષ એસએસએફની વિકાસ બટાલિયન અને એનએસજી કમાન્‍ડોની ટુકડીઓને શ્રીનગર અને દક્ષિણ કાશ્‍મીરના ગુપ્ત સ્‍થળોએ તૈનાત કરવામાં આવી છે.

૩૦૦ કિલોમીટર લાંબા જમ્‍મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર મલ્‍ટી ટિયર સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. પ્રથમ ઘેરામાં કેન્‍દ્રીય રિઝર્વ પોલીસ બલ, સશષ સીમા બલ અને બોર્ડર સિક્‍યુરિટી ફોર્સ રહેશે, જ્‍યારે રાજ્‍ય પોલીસ બીજા ઘેરામાં અને સેના ત્રીજા ઘેરામાં બાહ્ય સુરક્ષા આપશે.

મુસાફરોના વાહનોને જીપીએસ અને આરએફઆઇડી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ અનિચ્‍છનીય પ્રવૃત્તિ રોકવા માટે ૧ લાખ પોલીસકર્મીઓ સહિત લાખો જવાનો અને સેંકડો ડ્રોનની મદદ લેવાશે. 

(11:42 AM IST)