News of Tuesday, 24th November 2026
કાશીમાં આજે અદ્ભુત દેવદિવાળી : ગંગાના ૮૪ ઘાટ ૧૧ લાખ માટીના દીવડાથી ઝળહળી ઊઠશે, ૧૫ લાખ પ્રવાસીઓ આવવાની ધારણા: રાત્રે ૮ વાગ્યે ભવ્ય ડ્રોન શો અને લેસર શોની રંગત : ૩ હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત, એકસાથે ૫૧ ઘાટ ઉપર ગંગાઆરતી: સાંજે ૫.૧૫ વાગ્યાથી દીપ પ્રગટાવવાની શરૂઆત: યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે

વારાણસી, તા. ૨૪ : ભગવાન શિવની નગરી કાશીમાં આજે કાર્તિક પૂર્ણિમાના અવસરે દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગંગાના ૮૪ ઘાટ ઉપર ૧૧ લાખ માટીના દીવડા પ્રગટાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે.
સાંજે આશરે ૫.૧૫ વાગ્યાથી દીપ પ્રગટાવવાની શરૂઆત થશે. ગંગાના ૫૧ ઘાટ ઉપર એકસાથે મહાઆરતીનું આયોજન કરાયું છે. રાત્રે ૮ વાગ્યે આકર્ષક ડ્રોન શો યોજાશે. ચેતસિંહ ઘાટ ખાતે ૨૫ મિનિટનો લેસર શો અને કાશી વિશ્વનાથ ધામ નજીક પર્યાવરણને અનુકૂળ આતશબાજી પણ યોજાશે.
સમારોહમાં દેશવિદેશના આશરે ૧૫ લાખ પ્રવાસીઓ આવવાની ધારણા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. સુરક્ષા માટે ૩,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત આતંકવાદવિરોધી દળ અને વિશેષ ટુકડીઓ તૈનાત કરવામાં આવી રહી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
