News of Tuesday, 5th May 2026
હોર્મુઝમાં ઇરાને અટકાવેલા જહાજોને અમેરિકા બોડીગાર્ડ બની બહાર કાઢશે
હોર્મુઝમાં બીજા કોઈપણ જહાજના પ્રવેશ સામે ઇરાનની ચેતવણી : બે અમેરિકન વેપારી જહાજ સફળતાપૂર્વક હોર્મુઝની ખાડી વટાવી ગયા હોવાનો અમેરિકાનો દાવો : અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ ૧૦૦થી વધુ વિમાન અને ૧૫૦૦૦થી વધુ સર્વિસ મેમ્બર મોકલ્યા : ઈરાનનો યુએઈના ફુજેરાહ પેટ્રોલિયમ ઝોન પર ડ્રોન હુમલોઃ ત્રણ ભારતીય ઘાયલ

દુબઇ તા.૫: હોર્મુઝમાં ઈરાને અટકાવેલા વેપારી જહાજોને છોડાવવા માટે અમેરિકાએ પ્રોજેક્ટ ફીડમ શરૂ કર્યો છે, તેના હેઠળ અમેરિકાનું નૌકાદળ યુદ્ધ શરૂ થયા પછી ખાડીમાં ફસાયેલા વેપારી જહાજોને સલામત રીતે બહાર લાવવામાં મદદ કરી રહ્યું છે. અગાઉ ઈરાને કેટલાક જહાજો પર હુમલો કર્યા હોવાના અહેવાલ હતા, પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું નથી.
અમેરિકાએ જણાવ્યું હતું કે બે અમેરિકન ધ્વજવાળા વેપારી જહાજ સફળતાપૂર્વક હોમુંઝ વટાવી ચૂક્યા છે. સોમવારે આ જાહેરાત ત્યારે આવી છે જ્યારે અમેરિકાએ વેપારી જહાજોને હોમુંઝમાંથી સલામત રીતે બહાર કાઢવાની ઓફર કરી છે. આને લઈને ઇરાન સાથે જણાવ્યું હતું કે હોમુંઝની વર્તમાન સ્થિતિમાં એકપક્ષીય ફેરફાર જરા પણ ચલાવી નહીં લેવાય.
ઈરાન સાથેના સંવેદનશીલ યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘પ્રોજેક્ટ-ફ્રીડમ' નામક એક યોજના તૈયાર કરી છે. તેની નીચે અમેરિકી સેના અન્ય દેશોનાં પણ વ્યાપારી જહાજો જે હોમુંઝ સ્ટ્રેઈટસમાં ફસાયા છે, તેમને એસ્કાર્ટ કરી સ્ટ્રેઇટસ ઓફ હોમુંઝમાંથી બહાર નીકળવામાં સહાય કરશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઇરાન તેમાં દખલગીરી કરશે તો અમેરિકા પણ વળતો જવાબ આપશે.
રવિવારે (સ્થાનિક સમય પ્રમાણે) પોતાના ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, દુનિયાના કેટલાયે દેશોએ અમેરિકાની મદદ માગી છે, જેથી તેમના વ્યાપારી) જાહાજો આ મહત્વના સમુદ્રીય માર્ગમાંથી સુરક્ષિત બહાર કાઢી શકાય. આથી અમેરિકાએ પ્રોજેક્ટ-ફ્રીડમ નામક એક અભિયાન હાથ ધર્યું છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.આ સામે હોમુંઝમાંથી જહાજોને બહાર કાઢવા ઈરાને ચેતવણી આપી છે કે, ‘હોર્મુઝ' સંબંધીયુ.એસ.ની કોઈપણ કાર્યવાહી સીઝ ફાયરના ઉલ્લંઘન સમાન માનવામાં આવશે. જ્યારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, દુનિયાભરના જે દેશો કે જેમને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સ્પષ્ટ અને હિસક વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી, તેમણે અમને પૂછ્યું હતું કે, તેમના જહાજોને કરી શકશો ? ત્યારે અમે સહાયનું વચન હોમુંઝમાંથી બહાર નીકળવામાં સહાય આપ્યું હતું.પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, અમે હોમુંઝમાંથી બહાર નીકળવાનો સુરક્ષિત માર્ગે શોધી કાઢ્યો છે અને તે દ્વારા તે જહાજોને બહાર કાઢીશું સાથે તેમની બંને બાજુએ રહી અમેરિકન નૌકાદળના યુદ્ધ જહાજો તેને એસ્કોર્ટ કરશે. અમેરિકાની આ નવી પહેલને ટેકો ૧૦૦થી વધુ એરક્રાફટ અને ૧૫૦૦૦થી પણ વધુ સર્વિસ મેમ્બરો મોકલવામાં આવ્યા છે.
પાકિસ્તાને જણાવ્યું હતું કે તેણે ઈરાનના ૨૨ ખલાસીઓને શુભેચ્છાપૂર્વકની મુલાકાતના બદલે છોડાવ્યા છે. તેઓ અમેરિકાએ જપ્ત કરેલા જહાજ પર અટવાયેલા હતા. હવે તેઓને ઈરાન પરત મોકલી દેવામાં આવશે. અમેરિકન લશ્કરે સોમવારે તે દાવાને નકારી કાઢ્યા હતા કે ઈરાને અમેરિકાના નૌકાદળના જહાજ પર હુમલો કર્યો છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
