તા. ૨૭ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૯ મંગળવાર
News of Thursday, 17th September 2026
સાઉદી સાથેની ૨૪ અબજ ડોલરની F-35 ફાઈટર જેટ ડીલ વચ્ચે અમેરિકાની ઊંઘ ઉડી: ચીન સ્ટીલ્થ ટેકનોલોજી ચોરી કરી લેવાની યુએસ ઈન્ટેલિજન્સની ગંભીર ચેતવણી
મિડલ ઈસ્ટમાં ૪૮ અતિઆધુનિક ફાઈટર જેટ્સ વેચવાની યોજના પર ચીનની જાસૂસી નજર; સાઉદીમાં જાસૂસી નેટવર્ક અને સુરક્ષા સંબંધોનો લાભ ઉઠાવીને ગુપ્ત તકનીક ચોરવાનો ડ્રેગનનો ખતરનાક મનસૂબો

વોશિંગ્ટન, તા.૧૭: સાઉદી અરેબિયા સાથે આશરે ૨૪ અબજ ડોલરના ખર્ચે ૪૮ અત્યાધુનિક F-35 સ્ટીલ્થ લડાયક વિમાનોની મોટી ડીલ કરવાની અમેરિકાની યોજના વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, યુએસ ગુપ્તચર એજન્સીઓ (Defense Intelligence Agency - DIA) એ અમેરિકી સરકારને ચેતવણી આપી છે કે ચીન સાઉદી અરેબિયા સાથેના પોતાના મજબૂત આર્થિક, સુરક્ષા સંબંધો અને ત્યાં ફેલાયેલા જાસૂસી નેટવર્કનો ઉપયોગ કરીને F-35 ફાઈટર જેટની અતિ ગુપ્ત સ્ટીલ્થ ટેકનોલોજી ચોરવાનો પ્રયાસ કરી શકે છે.
અમેરિકી ગુપ્તચર અધિકારીઓના આંતરિક રિપોર્ટમાં ચીનના વધી રહેલા જાસૂસી પ્રયાસો અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જો સાઉદી અરેબિયાને આ ઘાતક અને અદ્યતન યુદ્ધવિમાનો આપવામાં આવે છે, તો સાઉદીમાં હાજર ચીની ગુપ્તચરો અને જાસૂસી નેટવર્ક અમેરિકાની આ અત્યાધુનિક સ્ટીલ્થ ટેકનિકની માહિતી મેળવવામાં સફળ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે F-35 એ વિશ્વના સૌથી શક્તિશાળી અને રડારની પકડમાં ન આવતા (સ્ટીલ્થ) લડાયક વિમાનોમાંનું એક છે. ચીન લાંબા સમયથી અમેરિકી લશ્કરી ટેકનોલોજીની સરખામણી કરવા માટે મથી રહ્યું છે, ત્યારે મિડલ ઈસ્ટમાં અમેરિકાની આ ડીલ ચીન માટે તકનીકી ચોરી કરવાનો મોટો માર્ગ ખોલી આપે તેવી આશંકાએ વોશિંગ્ટનની ચિંતા વધારી દીધી છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
