તા. ૨૭ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૯ મંગળવાર
ભારત-યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ ડિલનું એલાન : ટ્રમ્પને જડબાતોડ જવાબઃ ટેરિફની ઐસી કી તૈસી : કાર, કેમિકલ્સ, મેડિકલ પ્રોડકટ, શરાબ, ખાદ્ય પ્રોડકટ, મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ વગેરે સસ્તા થશેઃ મોટા ભાગની પ્રોડકટ પર ટેરિફ ઝીરો અથવા ઓછો કરી દેવાયોઃ ૨૭ દેશો માટે બજારો ખુલ્યાઃ મધર ઓફ ઓલ ડિલ્સની ઉપમાં2:54 PM IST
કર્તવ્ય પથ પ્રશસ્ત ભારતનું ભવ્ય પ્રદર્શન : ૭૭માં ગણતંત્ર દિવસ સમારોહમાં આર્થિક પ્રગતિ અને સૈન્ય સામર્થ્યનું પ્રદર્શનઃ રાષ્ટ્રપતિએ પરેડની સલામી લીધી : પરેડની થીમ ‘‘વંદે માતરમનાં ૧૫૦ વર્ષ'' હતી પણ મુખ્ય આકર્ષણ રહ્યું ‘‘ઓપરેશન સિંદૂર'': ૩૦ ફલોટઃ વાયુદળે તાકાત બતાવીઃ યુરોપીય પરિષદના અધ્યક્ષ હતાં મુખ્ય અતિથિ 9:58 AM IST
ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગર્જના - "સનાતન મૂલ્યોનું અપમાન કરનારાઓ માટે સત્તાના દ્વાર હવે કાયમ માટે બંધ, સંતોના આશીર્વાદ વગર ગાદી અશક્ય" : ભગવાન સ્વામિનારાયણ રચિત ‘શિક્ષાપત્રી’ના ૨૦૦ વર્ષની ઉજવણીમાં ગૃહમંત્રીનો વિપક્ષ પર આડકતરો પ્રહાર : પીએમ મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન અને રામ મંદિર નિર્માણને સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી12:30 AM IST
સંગીત જગતમાં સ્તબ્ધતા! : અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગને કાયમ માટે કહ્યું ‘અલવિદા’ : સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી : “હવે હું કોઈ નવો પ્લેબેક અસાઈનમેન્ટ નહીં લઉં” – દિલ જીતનારા અવાજે ફિલ્મી સંગીત સફર પર વિરામ મૂક્યો : સ્વતંત્ર કલાકાર તરીકે શીખવાનું ચાલુ રાખશે : જૂના કોન્ટ્રાક્ટના ગીતો હજુ રિલીઝ થશે9:10 PM IST
"શંકરાચાર્ય દરજ્જાનો પુરાવો માંગવો એ શિષ્ટાચારનું ઉલ્લંઘન છે," :સ્વામી અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં ભાજપ નેતા ઉમા ભારતી : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું- વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થાનું કડક નિયંત્રણ કરવું જોઈએ. જોકે, કોઈના શંકરાચાર્ય દરજ્જાનો પુરાવો માંગવો એ શિષ્ટાચારનું ઉલ્લંઘન છે; ફક્ત શંકરાચાર્ય અથવા વિદ્વત પરિષદ જ આ કરી શકે છે."1:21 AM IST
હવે સનાતન ધર્મના અનુયાયીઓને નિરાશ થવું પડે તેવી સરકાર કે તેમનુ શાસન ક્યારેય આવવાનું નથી :' સમૈયા' માં અમિતભાઇ શાહનું નિવેદન : સામૈયા મહોત્સવના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ હરિભક્તોને વીડિયો સંદેશ પાઠવ્યો: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મુખ્ય ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ તથા વ્રજેન્દ્રપ્રસાદ જી (લાલજી) મહારાજ એ શિક્ષાપત્રી અને તેના મૂલ્યો લોકો સુધી પહોંચાડવા હરિભક્તોને અપીલ કરી11:39 PM IST
કોઈ ભેદભાવ નહીં થાય, કાયદાનો દુરુપયોગ કરી શકશે નહીં: નવા યુજીસી નિયમોથી વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન : આ નિયમો જાતિ આધારિત ભેદભાવની બિન-સમાવેશક વ્યાખ્યા અપનાવે છે અને ચોક્કસ શ્રેણીઓને સંસ્થાકીય સુરક્ષામાંથી બાકાત રાખ્યાનો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં આરોપ10:46 PM IST
નકલી બિયારણના ખેલ ખતમ: કેન્દ્ર સરકારનો નવો કાયદો : હલકી ગુણવત્તાના બિયારણ વેચનારને ₹30 લાખનો દંડ અને જેલ : ૧૯૬૬ના જૂના કાયદાના સ્થાને નવું 'સીડ બિલ' તૈયાર: બિયારણના પેકેટ પર QR કોડથી ટ્રેકિંગ થશે : ઉત્પાદનથી ડિલિવરી સુધીની તમામ વિગતો આંગળીના ટેરવે હશે : ખેડૂતોની આજીવિકા સાથે રમત કરનારાઓ હવે બચી શકશે નહીં10:31 PM IST
ગુનેગારો હવે આર્થિક રીતે પણ પાયમાલ થશે: એસિડ એટેક કરનારાઓની મિલકતો હરાજી કરી પીડિતોને વળતર આપવા CJI સૂર્યકાંતનો આદેશ : માત્ર જેલની સજા પૂરતી નથી, ગુનેગારની સંપત્તિ જપ્ત કરી પીડિતના જીવનની સુધારણા માટે વાપરવામાં આવશે: સુપ્રીમ કોર્ટે રૂ. ૩ લાખની સરકારી સહાયને ગણાવી અપૂરતી : શાહીન મલિકની ૧૬ વર્ષની લડત રંગ લાવી10:30 PM IST
વિધવાઓના હક માટે ઐતિહાસિક ચુકાદો: પુનર્લગ્ન પછી પણ પતિનું પેન્શન ચાલુ રહેશે : હાઈકોર્ટે સામાજિક સુરક્ષા પર લગાવી મહોર : દિલ્હી હાઈકોર્ટનો માનવતાવાદી અભિગમ: નિઃસંતાન વિધવાને આર્થિક રીતે લાચાર ન છોડી શકાય : પુનર્લગ્ન એ સામાજિક સુરક્ષાનો ભાગ : નિયમ ૫૪ ની બંધારણીય માન્યતા યથાવત રાખતા પેન્શન રોકવાની અરજી ફગાવી10:30 PM IST
બિહારમાં સુરક્ષાનું નવું ગણિત: તેજસ્વી યાદવનું સુરક્ષા કવચ ઘટ્યું, ગિરિરાજ સિંહ અને નીતિન નવીન બન્યા વધુ સુરક્ષિત : ગૃહ વિભાગનો સપાટો: વિરોધ પક્ષના નેતા તેજસ્વી અને શત્રુઘ્ન સિંહાની સુરક્ષામાં કાપ : જ્યારે ભાજપના નવા સુકાની નીતિન નવીનને હવે 'Z' શ્રેણીનો ઘેરો : રાજકીય ગલિયારાઓમાં તેજ બની ચર્ચાઓ.10:25 PM IST
બાંગ્લાદેશમાં 'બળવાખોરો'ને ક્લીન ચીટ: યુનુસ સરકારનો ઐતિહાસિક વટહુકમ : હસીના વિરુદ્ધ લડનારા તમામ પ્રદર્શનકારીઓ કેસમાંથી મુક્ત : ચૂંટણી પહેલા મોહમ્મદ યુનુસનો મોટો દાવ: જુલાઈ ૨૦૨૪ના હિંસક આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ અને નાગરિકો સામેના તમામ ફોજદારી કેસ પાછા ખેંચાશે : હત્યાના આરોપોની તપાસ હવે માનવ અધિકાર આયોગ કરશે7:50 PM IST
બ્રિટનમાં આર્થિક કટોકટી: દર ૧૦મો વ્યક્તિ અત્યંત ગરીબીના ખપ્પરમાં : ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો : વિકસિત રાષ્ટ્રના કપરા દિવસો: ૬૮ લાખ બ્રિટિશરો પાસે પાયાની જરૂરિયાતો માટે પણ પૈસા નથી : બાંગ્લાદેશી-પાકિસ્તાની સમુદાયો સૌથી વધુ પ્રભાવિત : 'બે બાળકોની મર્યાદા' નાબૂદ કરવા છતાં સ્થિતિ નિયંત્રણ બહાર7:34 PM IST
નેતન્યાહૂનો 'હાઇટેક' ડર: જાસૂસીથી બચવા વડાપ્રધાને પોતાના જ ફોન પર લગાવી ટેપ : વાયરલ ફોટોએ દુનિયાને ચોંકાવી : ઈરાન અને હિઝબુલ્લાહના રડાર પર રહેલા ઇઝરાયલી પીએમની અનોખી સુરક્ષા વ્યવસ્થા: ૧૨ વર્ષ સુધી ફોનથી દૂર રહ્યા બાદ ૨૦૨૪માં મોબાઈલ વસાવ્યો : પણ હવે કેમેરા પર પટ્ટી મારીને સાયબર હેકર્સને આપ્યો પડકાર7:51 PM IST
ટેક જાયન્ટ્સના 'ચક્રવ્યૂહ'માં ફસાયેલું બાળપણ? મેટા, ટિકટોક અને યુટ્યુબ સામે ઐતિહાસિક ટ્રાયલ શરૂ: ઝુકરબર્ગની વધશે મુશ્કેલી : બાળકોને સોશિયલ મીડિયાનું વ્યસની બનાવી માનસિક બીમારીઓ અને આત્મહત્યાના વિચારો તરફ ધકેલવાનો ગંભીર આરોપ: લોસ એન્જલસની કોર્ટમાં શરૂ થયેલ આ 'સીમાચિહ્નરૂપ જંગ' નક્કી કરશે કે ભવિષ્યમાં તમારા બાળકોની ડિજિટલ દુનિયા કેટલી સુરક્ષિત રહેશે7:32 PM IST
મિશન ઓટ્ટાવા: ખાલિસ્તાની નેટવર્ક પર ત્રાટકશે અજિત ડોભાલ : કેનેડાના પીએમ કાર્નીની ભારત મુલાકાત પહેલાં માસ્ટરપ્લાન તૈયાર : જસ્ટિન ટ્રુડો યુગના અવિશ્વાસને ખતમ કરવા ભારતનો 'ડોભાલ પ્લાન': ફેબ્રુઆરી ૨૦૨૬માં NSA કેનેડા જઈને આતંકવાદ સામે કડક કાર્યવાહીનો રોડમેપ બનાવશે : જેથી માર્ચમાં વડાપ્રધાન માર્ક કાર્ની સાથે માત્ર વેપાર અને ટેકનોલોજી પર વાત થઈ શકે6:57 PM IST
ભારતનો દબદબો યથાવત: દુનિયાની ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન 'ટોપ-10' માંથી ફેંકાયું બહાર : અમેરિકા ટોપ પર : ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતે પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું : જ્યારે ભારતીય સેનાના વિનાશક વળતા પ્રહાર સામે નબળું પડેલું પાકિસ્તાન લશ્કરી તાકાતમાં ૧૪મા સ્થાને પટકાયું : જર્મની અને ફ્રાન્સની શક્તિમાં નોંધપાત્ર વધારો7:04 PM IST
મમતા કુલકર્ણીને હાંકી કઢાયા : શંકરાચાર્ય પર ટિપ્પણી પડી ભારે: કિન્નર અખાડાએ મહામંડલેશ્વર પદેથી હાંકી કાઢ્યા : ગ્લેમરની દુનિયા છોડી સન્યાસ ધારણ કરનાર પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ અવિમુક્તેશ્વરાનંદને 'અહંકારી' અને 'આત્મજ્ઞાન વગરના' કહેતા આધ્યાત્મિક જગતમાં ભૂકંપ : અખાડાએ માત્ર ત્રણ જ દિવસમાં તમામ પદ છીનવી લીધા6:57 PM IST
કાશ્મીર ઘાટીમાં કુદરત મહેરબાન: બરફવર્ષાથી સફેદ ચાદર પથરાઈ: શ્રીનગર એરપોર્ટ પર પચાસ ઉડાનો રદ: નેશનલ હાઈવે બંધ: આજે મંગળવારે વહેલી સવારથી શ્રીનગર સહિત ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ : ઘાટીમાં હિમવર્ષાના બીજા તબક્કાથી પ્રવાસન ઉદ્યોગમાં નવી જાન ફૂંકાઈ, પ્રવાસીઓ ઉમટી પડ્યા પણ વાહનવ્યવહાર અને રેલ સેવાઓ ખોરવાતા મુશ્કેલી વધી11:49 AM IST
બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની યાદીમાં મોટો ઉલટફેર: મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને સંપત્તિમાં મસમોટું નુકસાન : મુકેશ અંબાણી આ વર્ષના ટોપ લૂઝર્સ યાદીમાં પ્રથમ સ્થાને, અત્યાર સુધીમાં ૧૫.૧ અબજ ડોલર ગુમાવ્યા: બીજી તરફ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ યાદીમાં બીજા ક્રમે, જેમની સંપત્તિમાં આ વર્ષે ૧૪.૫ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો5:18 PM IST
૧ ફેબ્રુઆરીથી ટોલ ટેક્સ સંબંધિત એક મુખ્ય નિયમ બદલાઈ રહ્યો છે : FASTag વપરાશકર્તાઓ સાવધાન ! FASTag મેળવવા અને સક્રિય કરવામાં વિલંબ ઓછો થશે અને વપરાશકર્તાઓની ફરિયાદો ઓછી થવાની અપેક્ષા છે NHAI એ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી કાર, જીપ અને વાન માટે FASTag જારી કરતી વખતે લાગુ પડતી KYV ચકાસણી પ્રક્રિયા નાબૂદ કરી દીધી છે. હવે ટોલ પર ઓછી મુશ્કેલી પડશે3:58 PM IST
કાશ્મીર ઘાટીમાં કુદરત મહેરબાનઃ બરફવર્ષાથી સફેદ ચાદર પથરાઈઃ શ્રીનગર એરપોર્ટ પર ૫૦ ઉડાનો રદઃ નેશનલ હાઈવે બંધ : શ્રીનગર સહિત ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે હિમવર્ષા શરૂ ઘાટીમાં હિમવર્ષાના બીજા તબક્કાથી પ્રવાસન ઉદ્યોગમાં નવી જાન ફૂંકાઈઃ પ્રવાસીઓ ઉમટી પડયા વાહનવ્યવહાર અને રેલ સેવાઓ ખોરવાતા મુશ્કેલી વધી3:28 PM IST
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી ભયાનક આતંકી હુમલો: રેલવે ટ્રેક પર રિમોટ બ્લાસ્ટથી ટ્રેન ઉથલાવી, સંખ્યાબંધ સૈનિકોના મોતની ભીતિ : સિંધ અને બલૂચિસ્તાન સરહદ પર સુલતાનકોટ પાસે શક્તિશાળી આઈઈડી વિસ્ફોટ * પેશાવરથી ક્વેટા જતી ટ્રેનના ૩ થી ૪ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મોટી જાનહાનિની શક્યતા * બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (બીઆરજી) એ સેનાના જવાનોને નિશાન બનાવી હુમલો કર્યાનો દાવો કર્યો11:51 AM IST
સંગીતકાર એ.આર. રહેમાન વિવાદ: 'તાલ' ફિલ્મના ગીત અને સંગીતની ગુણવત્તા અંગે સોશિયલ મીડિયા પર આક્ષેપો: ફિલ્મ 'તાલ' નું ટાઈટલ ટ્રેક એ.આર. રહેમાને નહીં પરંતુ સુખવિંદર સિંહે કમ્પોઝ કર્યું હતું ! : ૨૦૦૮માં સુખવિંદર સિંહ અલગ થયા બાદ અને 'જય હો' ગીત પછી રહેમાનના સંગીતની ગુણવત્તામાં ઘટાડો થયો: ત્યારબાદ તેમણે કોઈ યાદગાર મોટી હિટ આપી નથી1:44 PM IST
૫ દિવસના બેંકિંગ સપ્તાહ (ફાઈવ ડે બેંકિંગ)ની માંગણી અને પેન્શન અપડેટ કરવાની માંગણી સાથે આજે દેશભરમાં બેંકોની હડતાળ, સતત ત્રણ દિવસ રજા રહેતા બેન્કિંગ વ્યવહારો ખોરવાશે : લાંબા સમયથી બેંક કર્મચારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તમામ શનિવારે રજા જાહેર કરવામાં આવે અને કામના કલાકોમાં ફેરફાર કરવામાં આવે: અનેક રાઉન્ડની વાતચીત છતાં તેમની માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી9:53 AM IST
ચીની સેનામાં મહાવિદ્રોહ: રાષ્ટ્રપતિ શી જિનપિંગના અત્યંત નજીકના જનરલ પર પરમાણુ રહસ્યો અમેરિકાને વેચવાનો સનસનીખેજ આરોપ : જનરલ ઝાંગ પર જાસૂસી ઉપરાંત ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપો: પદવીમાં બઢતી માટે જંગી લાંચ લેવી, સેનાની અંદર પોતાના રાજકીય જૂથો બનાવવા, સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં પોતાના અધિકારોનો દુરુપયોગ કરવો અને સૈન્ય ખરીદી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવો જેવા ગુનાઓનો સમાવેશ9:55 AM IST
એકલા હોવાની કળાઃ ભવિષ્યનો સૌથી મોટો પડકારઃ ઓશો : જ્યારે યંત્રો કામ કરી દેશે, ત્યારે માણસ પોતાની જાત સાથે કેવી રીતે રહેશે? નવરાશઃ વરદાન કે અભિશાપ? રવિવારની રજાનો ડર અને ભવિષ્યમાં ધ્યાનનું મહત્વ યંત્રયુગમાં માણસની ઘટતી જતી ધીરજ અને મનોવૈજ્ઞાનિક સંકટઃ એટલે જ હવે ધ્યાન પ્રત્યેની જિજ્ઞાસા વધતી જાય છે10:03 AM IST
દેવભૂમિમાં મોટો નિર્ણય: ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ: હવે કેદારનાથ અને બદ્રીનાથમાં પણ 'નો એન્ટ્રી'ની તૈયારી! : "આ કોઈ પિકનિક સ્પોટ નથી, આસ્થાનું કેન્દ્ર છે": મંદિર સમિતિના કડક વલણથી રાજકારણ ગરમાયું, સીએમ ધામીએ કાયદાકીય સમીક્ષાના આપ્યા સંકેત તો વિપક્ષે ભાજપના 'ચૂંટણી એજન્ડા' પર ઉઠાવ્યા સવાલ10:55 PM IST
પ્રજાસત્તાક પર્વે પ્રોટોકોલ વિવાદ : રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને ત્રીજી હરોળમાં બેસાડાતા કોંગ્રેસ લાલઘૂમ : ભાજપનો પલટવાર : વિપક્ષી નેતાઓનું અપમાન લોકશાહી માટે ઘાતક : કોંગ્રેસે અડવાણીના સમયના ફોટા શેર કરી સરકાર પર નિશાન સાધ્યું : ભાજપે કહ્યું - ‘પરિવારવાદ અને અહંકાર બંધ કરો, બેઠક વ્યવસ્થા નક્કી કરેલા ફોર્મેટ મુજબ જ છે’10:05 PM IST
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરારની મહોર : વર્ષોથી ચાલી રહેલી વાટાઘાટોનો સુખદ અંત : આર્થિક સંબંધોમાં નવા યુગનો પ્રારંભ : અમેરિકા સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતે યુરોપ સાથેનો મેગા ટ્રેડ ડીલ ફાઈનલ કર્યો : આ વર્ષે હસ્તાક્ષર અને ૨૦૨૭ની શરૂઆતથી કરાર અમલી બનવાની શક્યતા : બંને અર્થતંત્રોમાં રોકાણ અને રોજગારીના દ્વાર ખુલશે9:33 PM IST
પર્વતો બન્યા 'સફેદ સ્વર્ગ': ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રચંડ ધડાકો : પ્રવાસીઓ ઉમટ્યા અને રસ્તાઓ થંભી ગયા! : ડિસેમ્બરની સુકી ઠંડી બાદ જાન્યુઆરીના અંતમાં કુદરત ખીલી ઉઠી: જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી બરફની જાડી ચાદર પથરાઈ : સ્કીઈંગ પ્રેમીઓ માટે ઔલી બન્યું હોટસ્પોટ તો ટ્રાફિક જામ અને થીજી ગયેલી નદીઓએ વધારી મુશ્કેલીઓ9:34 PM IST
પાકિસ્તાનને UAEનો 'પાવરફુલ' ઝટકો: ઈસ્લામાબાદ એરપોર્ટની ડીલ રદ : રાષ્ટ્રપતિ નાહ્યાનની ભારત મુલાકાત બાદ બદલાયા સમીકરણો! : શેખ મોહમ્મદ બિન ઝાયેદની દિલ્હી મુલાકાતે પાકિસ્તાનના અરમાનો પર ફેરવ્યું પાણી: એરપોર્ટ મેનેજમેન્ટમાંથી અમીરાતે હાથ ખેંચી લેતા શાહબાઝ સરકાર સ્તબ્ધ : ભારત સાથેની મજબૂત દોસ્તીનો પડઘો હવે ખાડી દેશોમાં પણ સંભળાયો9:35 PM IST
દિલ્હીવાસીઓને કુદરતની સલામી: ૧૧ વર્ષમાં બીજી વાર પ્રજાસત્તાક પર્વે મળી 'સ્વચ્છ' હવા: ઝેરી ધુમ્મસ ગાયબ અને પરેડ બની યાદગાર! : સૂર્યપ્રકાશ અને પવનની જુગલબંધીએ પ્રદૂષણને પછાડ્યું: ૨૦૨૫ પછીનો આ બીજો સૌથી નિર્મળ પ્રજાસત્તાક દિવસ: આનંદ વિહારમાં હજુ પણ સ્થિતિ ગંભીર છતાં એકંદરે દિલ્હીમાં શ્વાસ લેવો બન્યો સુગમ9:36 PM IST
બિહારમાં પ્રજાસત્તાક પર્વે 'રાષ્ટ્રપ્રેમ' ના બદલે 'જિન્ના અમર રહે' ના નારા! : દેશદ્રોહી સૂત્રોચ્ચાર કરનાર શિક્ષક જેલના સળિયા પાછળ : સુપૌલની હાઈસ્કૂલમાં ધ્વજવંદન બાદ ગૂંજ્યા પાકિસ્તાનના સ્થાપકના નામનો જયઘોષ: મુખ્ય શિક્ષકની સમયસૂચકતા અને વિદ્યાર્થીઓની સાક્ષીએ રાષ્ટ્ર વિરોધી કૃત્યનો પર્દાફાશ કર્યો : પોલીસે આરોપી મોહમ્મદ મન્સૂર આલમની ધરપકડ કરી તપાસ તેજ કરી9:37 PM IST
ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થતા અમેરિકા લાલઘૂમ : ટ્રમ્પના મંત્રીએ યુરોપને ‘ધોખેબાજ’ ગણાવી આકરો રોષ ઠાલવ્યો : ભારત પર રશિયન તેલ માટે ૫૦% ટેરિફ ઝીંકનારા અમેરિકાને EU ના કરારથી મોટો આંચકો : યુએસ નાણામંત્રી સ્કૉટ બેસેન્ટનો પલટવાર - "યુરોપ પોતાના જ વિનાશ માટે ફન્ડિંગ કરી રહ્યું છે" : ભારત - EU વચ્ચે ૧૮ વર્ષની વાટાઘાટો બાદ ઐતિહાસિક સમજૂતી10:20 PM IST
પદ્મ પુરસ્કાર પર મહારાષ્ટ્રમાં સંગ્રામ: ભગતસિંહ કોશ્યારીના સન્માનથી વિપક્ષ લાલઘૂમ, ફડણવીસે કહ્યું- "આ તો નાના મનના લોકોનું કામ" : કોશ્યારીને પદ્મ ભૂષણ મળતા સંજય રાઉતે બંધારણની હત્યા ગણાવી તો ડેપ્યુટી સીએમ ફડણવીસે પૂર્વ રાજ્યપાલના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનો બચાવ કરી વિપક્ષી નેતાઓને આડેહાથ લીધા10:30 PM IST
એઆર રહેમાનના 'ધર્મ' કાર્ડ પર 'રામ'નો પ્રહાર: અરુણ ગોવિલે પૂછ્યું- જો ભેદભાવ હોત તો ખાન ત્રિપુટી સુપરસ્ટાર કેવી રીતે બની? : સંગીત સમ્રાટ રહેમાનના વિવાદાસ્પદ નિવેદનથી બોલિવૂડ બે ભાગમાં વહેંચાયું: અનુપ જલોટાએ 'ઘર વાપસી'ની સલાહ આપી તો અરુણ ગોવિલે દિલીપ કુમારથી લઈને શાહરૂખ-સલમાનના ઉદાહરણ આપી ઉદ્યોગમાં ધાર્મિક ભેદભાવની વાતોને ફગાવી દીધી10:58 PM IST
તેલંગાણામાં રખડતા શ્વાનોનો ‘નરસંહાર’ : વધુ ૨૦૦ કુતરાઓને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયા : રાજ્યમાં મૃતાંક ૧૦૦૦ પર પહોંચ્યો : ચૂંટણી વચનો પૂરા કરવા સરપંચોએ શ્વાનોને મારવા માટે પ્રોફેશનલ્સને સોંપી સોપારી : હનમકોંડાના પાથિપાકા ગામમાં પંચાયત સેક્રેટરીના આદેશથી રાત્રિના સમયે ઈન્જેક્શન આપી કરાઈ સામૂહિક હત્યા : પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ10:38 PM IST
કાશીમાં અલૌકિક નજાર : વિશ્વનાથ મંદિરના શિખર પર બિરાજમાન થયા ચંદ્રદેવ : જાણે સાક્ષાત્ શિવજીના મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા : જુઓ વિડીયો : બાર જ્યોતિર્લિંગોમાં મહત્વનું સ્થાન ધરાવતા કાશી વિશ્વનાથ મંદિર પર ચંદ્રની કલાનો અદભૂત સંયોગ : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ : લોકોએ તેને ‘દૈવી સંકેત’ ગણાવ્યો10:43 PM IST
માતૃપ્રેમની પરાકાષ્ઠા: રાજસ્થાનમાં હૃદયદ્રાવક ઘટના : માતાના નિધન બાદ પુત્ર અને પુત્રીએ પણ ત્યાગ્યા પ્રાણ : એક જ પરિવારમાં ત્રણ મોતથી લોકો સ્તબ્ધ! : માંદગીને કારણે માતાએ વિદાય લેતા જ સંતાનોનો સંસાર ઉજ્જડ થયો: આઘાતમાં સરી પડેલી દીકરીએ ઘરમાં ફાંસો ખાધો, તો માતા-બહેનના મોતના સમાચાર સાંભળી પુત્રએ ટ્રેન નીચે પડતું મૂક્યું 10:53 PM IST
પાકિસ્તાનનું 'ઝેરીલું' ષડયંત્ર: "ભારતનો નકશો બદલી નાખીશું" : આતંકવાદીઓએ આપી ખુલ્લી ધમકી અને સેનાના પાપનો કર્યો ખુલાસો! : ઓપરેશન સિંદૂરમાં પછડાટ બાદ મુનીરની સેના અને લશ્કરના આતંકીઓ એકઠા થયા: રહીમ યાર ખાનની રેલીમાં આતંકવાદી ગિલઝાઈએ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર: ડોક્ટરો-એન્જિનિયરોને બદલે તાલિબાન જેવા લડવૈયાઓ પેદા કરવાનું આર્મીનું નવું પ્લાનિંગ10:57 PM IST
'કચ્ચા બદામ' ગર્લ અંજલી અરોરાનો બોયફ્રેન્ડ જેલ ભેગો! વીઆઈપી બનવાના ચક્કરમાં આકાશે કરી મોટી ભૂલ: પોલીસે મેરઠમાં દબોચ્યો : ભૂતપૂર્વ સાંસદનું નકલી સ્ટીકર લગાવીને રોફ જમાવવો આકાશ સંસનવાલને ભારે પડ્યો: ટોલ પ્લાઝા પર પોલીસે સ્કોર્પિયો અટકાવી અને ખુલી ગઈ પોલ : છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતા સોશિયલ મીડિયા પર મચી ગઈ ખળભળાટ10:57 PM IST
રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિની વાતની પણ અવગણી : એટ હોમ કાર્યક્રમમાં આસામી 'પટકા' પણ પહેર્યો નહીં :ભાજપનો દાવો : ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ હોમ રિસેપ્શન'માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાહુલ ગાંધીને બે વાર પટકા પહેરવાનું યાદ અપાવ્યું હતું, પરંતુ તેમણે તેમની વાત સાંભળી નહીં.12:21 AM IST
પાકિસ્તાન સ્તબ્ધ, દુનિયા મંત્રમુગ્ધ: 'ઓપરેશન સિંદૂર'ના અસલી હથિયારો સાથે રાફેલ-સુખોઈએ આકાશમાં કરી ગર્જના! : કર્તવ્ય પથ પર દેખાયો 'બાલાકોટ'નો એ જ અસલી પાવર: મીટિઅર અને બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ ફાઇટર જેટ્સે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના જૂઠાણાંના ધજાગરા ઉડાવ્યા : પહેલીવાર 'સૂર્યસ્ત્ર' રોકેટ સિસ્ટમ અને 'બેટલ એરે' ફોર્મેશનનું અદભૂત પ્રદર્શન10:58 PM IST
ટીના ડાબીનો 'કન્ફ્યુઝન' વીડિયો વાયરલ: પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન બાદ સલામી આપતી વખતે IAS અધિકારી મૂંઝાયા, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ! : બાડમેર કલેક્ટર કચેરીમાં પ્રોટોકોલને લઈ સર્જાઈ અસમંજસની સ્થિતિ: સલામ કરવા માટે દિશા ભૂલ્યા ટીના ડાબી : સુરક્ષા ગાર્ડે ઈશારો કરીને વળવું પડ્યું – વીડિયો જોઈ યુઝર્સ બોલ્યા, "કામના ભારણને લીધે ભૂલ થઈ શકે છે," તો કલેક્ટરે પણ આપી સ્પષ્ટતા10:59 PM IST
નક્સલવાદના ગઢમાં પોલીસનો 'પ્રચંડ' પ્રહાર: ૩૨ ઠાર, ૩૨૬ જેલના સળિયા પાછળ!: ઝારખંડના ડીજીપીએ રજૂ કર્યું સફળતાનું રિપોર્ટ કાર્ડ : માઓવાદી હિંસા સામે ઝારખંડ પોલીસને મળી ઐતિહાસિક સફળતા: ૩૮ નક્સલીઓએ હથિયાર નીચે મૂકી કર્યું આત્મસમર્પણ: ATS એ આતંકી સંગઠનોના ષડયંત્રને રોળ્યા અને કરોડોનું ડ્રગ્સ નેટવર્ક કર્યું તબાહ10:59 PM IST
રતલામમાં બંદૂકની દુકાનમાં પ્રચંડ બ્લાસ્ટ: રહેણાંક વિસ્તારમાં અચાનક ગોળીબાર જેવો અવાજ ગુંજ્યો, 3 લોકો ગંભીર રીતે ભડથું : ચાંદની ચોકમાં પ્રજાસત્તાક પર્વની સાંજે મોતનું તાંડવ: ધડાકા સાથે આખી દુકાન આગના ગોળામાં ફેરવાઈ ગઈ, જીવ બચાવવા સળગતી હાલતમાં બહાર દોડેલા લોકોના દ્રશ્યોથી રતલામ હચમચી ગયું11:00 PM IST
અમેરિકામાં ‘વિન્ટર સ્ટોર્મ’ વચ્ચે કાળમુખો વિમાન અકસ્મા : બેન્ગોર એરપોર્ટ પર ટેક-ઓફ વખતે પ્રાઇવેટ જેટ ઊંધું વળ્યું : ૭ ના કમકમાટીભર્યા મોત : ભારે હિમવર્ષા વચ્ચે ટેક્સાસની લો-ફર્મનું બોમ્બાર્ડિયર વિમાન આગના ગોળામાં ફેરવાયું : એક ક્રૂ મેમ્બરનો ચમત્કારિક બચાવ : બુધવાર બપોર સુધી એરપોર્ટની તમામ કામગીરી ઠપ11:14 PM IST
પીએમ મોદી રેન્જ રોવર સેન્ટીનેલમાં કર્તવ્યપથ પર પહોંચ્યા: જાણો આ બુલેટપ્રૂફ કારની ખાસિયત : આ કાર B7 આર્મર પ્રોટેક્શન, બુલેટપ્રૂફ ગ્લાસ અને ઓક્સિજન સપ્લાય સિસ્ટમ જેવી ઉચ્ચ-સુરક્ષા સુવિધાઓથી સજ્જ: દેશની મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને VVIP સુરક્ષા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી પીએમના આગમનને સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ધ્યાન ખેંચ્યું 12:04 AM IST
ચાંદીએ ફરી ભુક્કા બોલાવ્યા :તમામ રેકોર્ડ તોડ્યા :13%નો જંગી ઉછાળો : ભાવ 3.68 લાખને પાર: બજેટ પહેલા 4 લાખે પહોંચશે ? : વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 13 ટકાથી વધુનો જોરદાર ઉછાળો નોંધાયો : સતત વધતી ઔદ્યોગિક માંગ, રોકાણકારોના રસ અને પુરવઠા અંગેની ચિંતાએ ભાવમાં આગઝરતી તેજી ભભૂકી 12:17 AM IST
બાળકો માટે સોશિયલ મીડિયા ‘નો એન્ટ્રી’ ઝોન? ગોવા સરકાર ઓસ્ટ્રેલિયા જેવો કડક કાયદો લાવવા સજ્જ : 16 વર્ષથી નાની ઉંમરના કિશોરો પર પ્રતિબંધ મૂકવા માટે આઈટી વિભાગે અભ્યાસ શરૂ કર્યો: ડાઇનિંગ ટેબલથી લઈને બેડરૂમ સુધી મોબાઈલની લત છોડાવવા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા મંત્રી રોહન ખાઉંટેનો મોટો પ્રસ્તાવ12:26 AM IST
આગામી સમયમાં વિશ્વ પર તોળાઈ રહ્યું છે તાંબાનું ગંભીર સંકટ: ૨૦૪૦ સુધીમાં ૧ કરોડ ટનની જંગી અછત સર્જાશે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં તાંબાની માંગ આસમાને પહોંચશે: એશિયામાં સૌથી વધુ ખપત રહેવાની સંભાવના: હવે તાંબાને આગામી સમયની 'વૈશ્વિક વ્યૂહાત્મક કોમોડિટી' (ગ્લોબલ સ્ટ્રેટેજિક કોમોડિટી) તરીકે જોવામાં આવી રહ્યું છે: જેમ ભૂતકાળમાં તેલ માટે યુદ્ધો થયા હતા, તેમ ભવિષ્યમાં તાંબા જેવી મહત્વની ધાતુઓ માટે દેશો વચ્ચે આર્થિક ખેંચતાણ જોવા મળી શકે છે*1:37 AM IST
બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીના રાજીનામાથી હોબાળો, યુપી રાજકારણ ગરમાયું: જાણો કોણે શું કહ્યું ? : તેમણે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને યુજીસી નિયમોના કથિત અપમાનના વિરોધમાં રાજીનામું આપ્યું :વિપક્ષ તેને બંધારણ, શ્રદ્ધા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવી રહ્યો છે,:શંકરાચાર્યએ સનાતન ધર્મ પ્રત્યેની તેમની ભક્તિની પ્રશંસા કરી1:21 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય : રાજ્યના ૧૪૫ નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેરબદલીના આદેશ જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ : સચિવાલય ખાતેથી ડેપ્યુટી મામલતદાર વર્ગ-૩ના કર્મચારીઓની બદલીનો ઘાણવો ઉતારાયો : અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓના અધિકારીઓની નવી જગ્યાએ નિમણૂક : ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થયા બાદ અમલવારીની સૂચના7:12 PM IST
વલસાડ જિલ્લા ભાજપના સંગઠનનું નવું માળખું જાહેર : હેમંત કંસારાએ પ્રદેશ નેતૃત્વ સાથેની ચર્ચા બાદ વિવિધ મોરચાના હોદ્દેદારોના નામની કરી જાહેરાત : જુઓ સંપૂર્ણ સૂચિ : ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ સહિત યુવા, મહિલા, કિસાન અને લઘુમતી મોરચામાં નવા ચહેરાઓને અપાઈ તક : સામાજિક સમીકરણોને ધ્યાને રાખી જિલ્લાના તમામ તાલુકાઓને પ્રતિનિધિત્વ સોંપાયું5:05 PM IST
સમાજની પ્રગતિનો એકમાત્ર માર્ગઃ શિક્ષણ- વ્યસનમુકિતઃ અભ્યુદય મહાસંમેલનમાં આગેવાનોનો એકસુર : ગાંધીનગરમાં મધરાત્રે ઠાકોર સમાજનો દરિયો ઘુઘવ્યોઃ વિવિધ મુદાઓ ઉપર ચિંતન : પક્ષ-વિપક્ષના ભેદ ભુલીને ઠાકોર સમાજના રાજકીય- સામાજીક આગેવાનો એક મંચ ઉપરઃ શ્રી સરસ્વતી ધામનું ભૂમિપૂજન : ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર, શોભનાબેન બારૈયા, વિક્રમ ઠાકોર હાજર રહયા3:01 PM IST
૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ - થરાદ જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ: ધ્વજ વંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરો : માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા : થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની વચ્ચે તિરંગાને પુષ્પવર્ષા થકી વિશેષ સન્માન આપતું વાયુદળ3:03 PM IST
ગુજરાતના યુવાનો આજે ‘જોબ સીકર નહીં, પણ જોબ ગિવર' બન્યાઃ હર્ષ સંઘવી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીઃ મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલમાં આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યોઃ પોલીસ જવાનોના શૌર્યપૂર્ણ કરતબો અને વિદ્યાર્થીઓની સાંસ્કળતિક કળતિઓએ જમાવ્યું આકર્ષણઃ વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારી યોજનાઓની ઝાંખી રજૂઃ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ટ્રાફિક એક્શન પ્લાન' બુકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્્ઘાટનઃ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન10:45 AM IST
રાજ્યના એકમાત્ર ફોર-વે રેલવે જંકશનમાં સ્થાન ધરાવતા ઐતિહાસિક જેતલસર જંકશનના અસ્તિત્વ પર જોખમ : ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાતોરાત જેતલસરથી લોકો પાયલટ અને ગાર્ડ સહિતના 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરાતા જેતલસરમાં રોષ:'જેતલસર જંકશન બચાવો સમિતિ'ના નેજા હેઠળ સરપંચ, વેપારીઓ અને ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર ધરણા યોજી તંત્ર સામે બાયો ચડાવી 12:06 AM IST
ગુજરાત મહેસૂલ વિભાગનો વહીવટી ફેંસલો : રાજ્યના ૨૦૭ મહેસૂલી તલાટીઓની સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલીના આદેશ જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ : સચિવાલય ખાતેથી વર્ગ-૩ના કર્મચારીઓની બદલીનો મોટો ગંજીપો ચીપાયો : અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, મોરબી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં નવી નિમણૂકો : ચૂંટણીલક્ષી કામગીરી બાદ અમલવારીની સૂચના7:21 PM IST
રાજ્ય સરકારે ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧,૨૫૦ કરોડની સહાય અપાશે : ધો. ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવશે : સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/- ચૂકવવામાં આવશે : બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર3:42 PM IST
ગુજરાતની પાલિકાઓને ૧૧ પ્રકારની સુવિધા માટે વિનામુલ્યે જમીન ફાળવાશેઃ ભુપેન્દ્રભાઇ પટેલ : ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યની નગરપાલિકાઓને મુખ્યમંત્રીની મોટી ભેટઃ અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના ૨૫થી ૫૦ ટકા સુધીની ભરવી પડતી રકમમાંથી મુક્તિ મળશેઃ રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતાં નાગરિક સેવાલક્ષી વિકાસ પ્રોજેક્ટ્સમાં વેગ આવશે11:49 AM IST
તમારો વોટ અને ગુજરાતનો વટ...!!વોટિંગ માટેની સમયમર્યાદા વધારવામાં આવી : ગુજરાતની ઝાંખીને ચમકાવીએ : 77મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે "સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને રજૂ થયેલ ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ કરી સતત ચોથા વર્ષે વિજેતા બનાવીએ2:43 PM IST
સુરતના ઇકોનોમિકસ સેલના એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા સહિત એક ડઝન અધિકારી સ્ટાફ પર કળશ ઢોળાયો : રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ વિશિષ્ઠ સેવા ચંદ્રકઃ ગુજરાતના એક માત્ર મહિલા અધિકારી નીપૂણા તોરવણે પસંદગી પામ્યા : IPS પી એલ. માલ , જેલ ડીઆઇજી એ.કે ચૌહાણ અને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી મયુરસિંહ ચાવડા વિગેરેનો સમાવેશ11:40 AM IST
મોરબીને રૂ. ૧૦૪૨ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા ભુપેન્દ્રભાઈ : સિરામિક હબ મોરબી ‘વિકસિત ગુજરાત'ની આધારશીલાઃ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં મોરબી નિર્ણાયક સાબિત થશે : નાનું એવું નગર મોરબી વિકાસના પથ પર હરણફાળ ભરી આજે મહાનગર બન્યું છે : મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાઃસરકાર મોરબીને જનકલ્યાણના અનેક કામો આપવા સતત તત્પર : રાજ્યમંત્રી કાંતિભાઈ અમળતિયા11:58 AM IST
એસ્ટ્રોનના નાલે ફ્રુટ સાથે ૧૦ થડા આગમાં ખાખ : ૨૬મી જાન્યુઆરીની વહેલી સવારે ઘટનાઃ મલયભાઇ પોબારી નામના ગ્રાહક પસાર થતાં આગ જોઇ ફ્રુટવાળા રાજેશભાઇને અને ફાયર બ્રિગેડને જાણ કરી : લાખોની નુકસાનીઃ આગ તાપણાના તણખાથી લાગી કે શોર્ટ સરકિટથી તે અંગે તપાસઃ અસામાજીક તત્વોએ આગ લગાડયાની વિગતો સામે આવી નથીઃ તપાસનીશ પીએસઆઇ આર. આર. કોઠીયાઃ ગોૈતમનગર, રૈયાધાર, છોટુનગર ઝૂપડપટ્ટીના દેવીપૂજક પરિવારના લોકો ૨૦ વર્ષથી અહિ ફ્રુટ વેંચે છેઃ આગ કઇ રીતે લાગી તેનાથી અજાણઃ રાજેશભાઇ વઢીયારાની અરજી પરથી પોલીસ તપાસ2:55 PM IST
રાજકોટના આશિષ વૈષ્ણવે લવમેરેજ કરતાં જામનગર સ્થિત સસરાની મારી નાંખવાની, તેની બહેનને ઉપાડી જવાની ધમકી : કુરીયર કંપનીમાં કામ કરતાં આશિષે પાંચ વર્ષની રિલેશનશીપ બાદ અંકિતા સાથે લગ્ન કર્યા છેઃ પિતા મિતેશભાઇ ભટ્ટ સાથે તેણીએ જવાની ના પાડતાં મિતેશભાઇએ અલગ અલગ નંબરો પરથી ધમકીઓ ચાલુ કર્યાનો આરોપઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી 11:40 AM IST
જંગલેશ્વરની ૧ લાખ ચો.મી. જમીન સરકારી સાબીતઃ મામલતદાર અજમેરા : દ્વારા કલમ ૬૧ના હુકમોઃ ઇતિહાસના મોટા મેગા ડિમોલીશનની તૈયારી મામલતદાર ઉપરાંત સર્કલ સત્યમ શેરસીયા-અન્ય ર૦ કર્મચારીઓ તથા પ૦ના પોલીસ સ્ટાફ દ્વારા સવારથી ઘરે ઘરે હુકમો અપાયા કલમ ર૦ર હેઠળ નોટીસો આપી ૭ દિ'માં મકાનો ખાલી કરવા અલ્ટીમેટમઃ ૪ હજાર ઘરો ઉપર બૂલડોઝર ફરી વળશે3:31 PM IST
માધાપર ચોકડીના મેગા માર્ટમાંથી સ્ટોર મેનેજર અને કર્મચારીએ ૮.૨૯ લાખના કપડા સગેવગે કરી નાંખ્યા : યુએસ પોલો, ફલાઇંગ મશીન, એરો કંપનીના કપડાના ૮૨૯ પીસ ગાયબઃ એમ.એન.ટી. કંપનીના કલ્સ્ટર મેનેજર અમદાવાદના મોહમ્મદ યાસીન રંગવાલાની ફરિયાદ પરથી પંકજ ચોરવાડ અને પ્રથમ બખથારીયા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો2:35 PM IST
રાજકોટમાં ત્રણ બેંક ખાતામાં ફ્રોડના ૭૨ કરોડના ટ્રાન્જેક્શન! : ગાંધીગ્રામ મોચીનગરમાં રહેતાં ‘જોગીકૃપા એન્ટરપ્રાઇઝ' નામની પેઢીના સંચાલક મેૈશરૂ ધ્રાંગીયા વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો : ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અરજીની તપાસમાં બહાર આવી વિગતોઃ મૈશરૂની ‘જોગીકૃપા એન્ટરપ્રાઇઝ' નામની પેઢીના બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, એચડીએફસી બેંકના ખાતાઓમાં થયા હતાં ટ્રાન્જેકશનઃ ૧૯૩૦ પર કુલ ૨૩૯ ફરિયાદો મળી હતીઃ પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ જી. કે. રાઠોડ, કિશોરભાઇ રંગાણીએ તપાસ હાથ ધરી2:37 PM IST
ડિજીટલ એરેસ્ટ કરી પડાવાયેલા ૧ કરોડ જમા કરનારા હરિયાણા કર્નાલના બેંક ઓફિસર સહિત બેની ધરપકડ : એરપોર્ટ રોડના વૃધ્ધને ડરાવી ધમકાવી ૧ કરોડ ૧૪ લાખ પડાવાયા હતાઃ અગાઉ ૧૪ આરોપી પકડાયા હતાં : યસ બેંકમાં ફરજ બજાવતાં શુભમ્ે શંકર રાજપૂતનું ખાતુ કોલાવી તેમાં નાણા મેળવી ટ્રાન્સફર કરાવ્યાઃ શહેર સાયબર ક્રાઇમના પીઆઇ જે. એમ. કૈલા, એમ. એ. ઝણકાત, આર. જી. પઢીયાર, વિવેકભાઇ કુછડીયા, શિવભદ્રસિંહ જાડેજાની કાર્યવાહી2:36 PM IST
આ ત્રણ મહિલા મારી બહેનો છે, કેમ તું સામુ જોવે છે? ચાલ પોલીસ સ્ટેશને...કહી પ્રોૈઢને ધોકાવી લૂંટ : ઢેબર રોડ લાખાજીરાજ રોડના ખુણે રાજસ્થાનીની લારીએ બરી ખાવા આવેલા સંજયભાઇ લૂંટાયા : આંબેડકરનગરના રહેવાસી બરી ખાધા બાદ પાર્ક કરેલા બાઇક પર બેસી મિત્ર સાથે વાત કરતા હતાં ત્યારે નજીકમાં મહિલાઓ ઉભી હતીઃ ત્રણ શખ્સે આવી માર મારી મોબાઇલ અને બાઇક લૂંટી લીધાઃ એક શકમંદ શખ્સને એ-ડિવીઝન પોલીસે ઉઠાવી પુછતાછ આદરી4:05 PM IST
ભગવતીપરાના અબ્દુલભાઇને વ્યાજ માટે મિત્ર પંકજ વાયા અને સુરેન્દ્રનગરના શિવમની ઉપાડી જવાની, ટાંટીયા ભાંગવાની ધમકી : દિકરીના લગ્ન માટે જરૂર હોઇ ૮ લાખની કાર ગીરવે રાખી ૨.૪૦ લાખ લઇ રૂા. ૧.૧૫ લાખ ચુકવી દીધાઃ પૈસાની વ્યવસ્થા થતાં કાર પાછી માંગતા બંનેએ કાર ભુલી જવાનું કહી વધુ ૩ લાખ માંગ્યાઃ પઠાણી ઉઘરાણીની કંટાળી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ2:41 PM IST
જીવનના ચાર રંગોની સંવેદના વ્યકત કરતી ગુજરાતી ફિલ્મ ‘‘ચૌરંગી'' : શુક્રવારથી સિનેમાઘરોમાં છવાઇ જશે : મનસુખ અને પકાના પાત્રને ન્યાય આપતા મુકેશ રાવ અને કેનીલ શામત કહે છે ફિલ્મમાં હાસ્ય, પ્રેમ, સંઘર્ષ અને વેદનાનો બખુબીપૂર્વક સમન્વય સધાયો છે : ‘જબ્બર પ્રેમ' પ્રમોશન ગીતે ધુમ મચાવી : રાઇટર આશીફ અજમેરી અને ડાયરેકટર વિનોદ પરમાર : મોટાભાગનું શુટીંગ તિલકવાડા, બરોડા અને મુંબઇમાં થયું3:51 PM IST
કુબલીયાપરામાં ૧૫ ઝૂપડા આગમાં બળી ગયા : પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે આઠેક વાગ્યે બનાવથી વિસ્તારમાં નાસભાગ મચીઃ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું : મુખ્ય ફાયર સ્ટેશન, બેડીપરા, કોઠારીયાનો સ્ટાફ આગ ઓલવવામાં કામે લાગ્યોઃ તમામ ઘરવખરી, રસોઇની સામગ્રી, કપડા, ગાદલા ગોદડા, ડોક્યુમેન્ટ બળી ગયાઃ મોટા ભાગના ઝૂપડામાં લોકો હાજર નહોતા2:56 PM IST
યુવતિએ મિત્ર પાસે ઘર ખર્ચના રૂપિયા માંગતા બેફામ ધોલાઇઃ માથું પકડી દિવાલમાં ભટકાવ્યું : ગોંડલ રોડ માનસત્તા આવાસમાં દિકરી સાથે રહેતી મિત્તલબેનની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે નંદા હોલ પાસે રહેતાં કાલવાડના બેડીવડાળાના ભરત ચંદ્રપાલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો : ચાર વર્ષ પહેલા બંનેએ મૈત્રી કરાર કર્યા છે, બે વર્ષથી અલગ રહે છેઃ ભરતે દિકરીને લઇ જવી છે કહી ધમાલ મચાવ્યાનો આરોપ2:35 PM IST
સીંગતેલમાં બે દિ'માં ૪૦ રૂા. વધ્યા : સરકાર મગફળીનો જથ્થો વેચવા કાઢે તો જ ભાવ ઘટશે : એક સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૧રપ રૂા., કપાસીયા તેલમાં ૭૦ રૂા. અને પામોલીન તેલમાં ૩પ રૂા.નો ભાવવધારો મગફળીનું ૩૮ લાખ ટન ઉત્પાદન થયું, ૧૮ લાખ ટન સરકારે ખરીદી, ૧૦ થી ૧ર લાખ મણ મગફળી પિલાણમાં આવી ગઇ , હવે બજારમાં ૮ લાખ ટન જ મગફળી છે, મગફળીની અછતના કારણે સીંગતેલના ભાવમાં ભડકો4:06 PM IST
રાજકોટના જંગલેશ્વરમાં ૨૦,૦૦૦ નાગરિકોના આવાસ અને રોજીરોટી પર સંકટઃ તોડફોડની . : કાર્યવાહી અટકાવવા ‘ન્યાયની પુકાર' ૬ દાયકાથી વસતા ૪,૦૦૦ પરિવારોને પુનઃવસન વગર બેઘર કરવાના પ્રયાસ સામે ઉગ્ર રોષઃ હાઈકોર્ટના આદેશ છતાં તંત્રની ઉદાસીનતા સામે હિન્દુ-મુસ્લિમ ઍકતા સમિતિની ધારદાર રજૂઆત આર્થિક નબળા પરિવારોની વહારે ડો.પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયાઃ વિનાસ્વાર્થ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ આ જટિલ કાનૂની લડત લડી રહ્યા છે3:05 PM IST
પોલીસને કાયદાનું પાલન કરાવનાર સંસ્થા ન સમજો, પણ સમાજનું અંગ ગણોઃ પોલીસ કમિશનર ઝાનો પ્રજાને અનુરોધ : પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની શહેર પોલીસ દ્વારા ઉજવણી સ્વાતંત્ર્ય સગ્રામમાં પ્રાણોની આહુતી આપનારા વીર શહિદોના બલિદાનને યાદ કરી શ્રધ્ધાંજલિ આપીઃ પરેડ સાથે જવાનોએ રજુ કર્યા વિવીધ કરતબો2:29 PM IST
રૈયાધારમાં કડીયા કામની સાઇટ પરથી ૮ વર્ષની બાળાને ઉઠાવી શાપર લઇ જઇ દેહ પીંખે એ પહેલા ભરત ઝડપાયો : મજૂર દંપતિની દિકરી રેતીના ઢગલામાં રમતી હતી ત્યાંથી ૪૫ વર્ષનો ઢગો નાસ્તાનું પેકેટ દઇ ઉઠાવી ગયો'તો : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, જગમાલભાઇ ખટાણા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ, દિવ્યરાજસિંહ, પ્રવિણભાઇની ટીમે કલાકોમાં શોધી ખોખરો કરી નાંખ્યો : પોતાને દિકરીની યાદ આવતી હોવાથી બાળાને લઇ ગયાનું રટણ કર્યુઃ આકરી પુછતાછ થતાં જ બદકામ માટે ઉઠાવ્યાનું કબુલ્યું4:11 PM IST
રાજકોટ શહેરકક્ષાની ઉજવણી દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્નઃ ડો.ચાંદની પરમારના હસ્તે ધ્વજવંદન : દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ તે જરૂરીઃ ડો. ચાંદની પરમારઃ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરાયું: ઉત્તમ કામગીરી કરનારા ૨૫ કર્મયોગીઓ અને રમતવીરોનું પ્રમાણપત્રથી સન્માન કરાયું2:55 PM IST
ધારાસભ્ય ઉદય કાનગડના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ભવ્ય ઉજવણીઃ નિઃશુલ્ક મોતિયા ઓપરેશન અને મેગા આરોગ્ય કેમ્પમાં ૧૧૦૦થી વધુ દર્દીઓએ લીધો લાભ : મનોદિવ્યાંગ બાળકોને ભોજન, જરૂરિયાતમંદોને ચશ્મા-દવા વિતરણ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી જનસેવાનો સંકલ્પ દોહરાવાયોઃ કાર્યકર્તાઓ અને આગેવાનોનો જનસેવા કાર્યાલય ખાતે જમાવડો2:56 PM IST
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં મોરબી જિલ્લાને ગ્રોથ એન્જિન બનાવવા સૌનો સહયોગ અનિવાર્યઃ કે.બી. ઝવેરી : વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે ૭૭મો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ દેશપ્રેમના અનેરા ઉત્સાહ સાથે ઉજવાયો વહીવટમાં પારદર્શિતા માટે ગામડાઓમાં આકસ્મિક તપાસ અને જનસુખાકારીના કામો પર કલેક્ટરશ્રીએ ભાર મૂકયોઃ ટંકારા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયોઃ આકાશે ગૌરવશાળી તિરંગો લહેરાયોઃ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટરે વિકાસના વિવિધ આયામોની છણાવટ કરી10:46 AM IST
દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે ભવ્ય ઉજવણીઃ પરષોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી : સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યોનું જતન કરી વિકાસપથ પર અગ્રેસર બનીએઃ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયઃ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ'માં શ્રેષ્ઠ કામગીરી બદલ ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલનું સન્માન10:48 AM IST
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યે ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : પોલીસ, અશ્વદળ તથા સુરક્ષા દળો દ્વારા શિસ્તબદ્ધ અને અનુશાસિત પરેડ આકર્ષણનું કેન્દ્રઃ પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન : શિવ કથાકાર ગીરીબાપુ ખાસ ઉપસ્થિતઃ બેન્ડ નિદર્શન, શાસ્ત્રીય નળત્ય, રાસ સહિત વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો રજૂઃ ભારત માતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના-પુષ્પાંજલી12:04 PM IST
મુળીમાં જીલ્લા પંચાયતના સભ્યના પુત્ર ઉપર ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેનના ભાઇ નિવૃત પોલીસમેનનો ગોળીબાર : વાહન ચલાવવા જેવી બાબતે બજારમાં થયેલ માથાકુટથી લોકો-વેપારીઓમાં ગભરાટ સત્યજીતસિંહને પગમાં ગોળી વાગીઃ હરિશ્ચંદ્રસિંહની શોધખોળઃ ભાજપના બન્ને નેતાઓ હોઇ સમાધાનના પ્રયાસો થયા પણ અંતે ગુન્હો દાખલ11:35 AM IST
એક માર ખાય છે, 8 મારે છે. છતાંય ભડના દીકરાએ માફી નહોતી માગી : બગદાણાના સેવકને માર મુદ્દે હીરાભાઈ સોલંકીનું નિવેદન : મારવુ અને માર ખાવો બંને મર્દાનગીનું કામ છે. છેતરીને માર્યો અને વીડિયો બનાવી દહેશત ઊભી કરવાનો પ્રયાસ કર્યો: સામાન્ય રીતે માર ખાનારાનો પરિવાર વીડિયો બનાવે છે. પણ મારનારા પોતે વીડિયો બનાવે એ ખટકતું હતું11:31 PM IST
મોરબી શહેરમાં ટૂંક સમયમાં શરૂ થશે :5kW ક્ષમતાનું નવું FM રેડિયો સ્ટેશન.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની રજૂઆત : નવું સ્ટેશન શરૂ ન થાય ત્યાં સુધી નાગરિકો આકાશવાણીની વિવિધ સેવાઓ જેમ કે વિવિધ ભારતી અને લાઈવ ન્યૂઝનો આનંદ 'DD FreeDish', 'newsonAIR' से अने प्रसार भारतीना नवा 'WAVES' OTT પ્લેટફોર્મ પર માણી શકે 11:18 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજદાદાને જરદોશી વર્કવાળા વાઘા રંગબેરંગી શેવંતી-ઓર્કિડ-ગુલાબના મિક્સ ફૂલોનો શણગાર : પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન: મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા શ્રી હનુમાનદાદાની શણગાર આરતી ઉતારવામાં આવી4:56 PM IST
નણંદ હેતલબેન સાથે પોલીસ ભરતીની તૈયારી માટે દોડવા નીકળેલા જલ્પાબેનનું બાઇકની ઠોકરે મોત : માંગરોળના રહીજ ગામે બનાવ : પરિણીતાએ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો : ૨૦મીએ સવારે નણંદ-ભોજાઇ દોડવા નીકળ્યા ત્યારે માંગરોળ-પોરબંદર હાઇવે પર કલ્યાણધામ વૃધ્ધાશ્રમ પાસે પાછળથી ટુવ્હીલરના ચાલકે ઠોકર મારી દીધી હતીઃ પુત્ર મા વિહોણો થયોઃ સોલંકી પરિવારમાં ગમગીની11:19 AM IST
સુરેન્દ્રનગર વિસ્તારમાં ૧ કરોડ ૬ર લાખનો વિદેશી દારૂ ઝડપાયો : દસાડા પાસે ટ્રકની તલાસીમાં બટાટા ભરેલા ૧૭પ કોથળા સાથે ૮૧૦૦ બોટલ, ૪૪૬૪ બિયરના ટીન સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડઃ કચ્છ હાઇવે ઉપર હોટલ પાસે પાર્ક કરેલા ટ્રકમાં બનેલા ગુપ્ત ચોરખાનામાંથી અંદાજે ૮૭ લાખનો દારૂ કબ્જે થતા પોલીસ પણ ચોંકી ઉઠી 10:42 AM IST
સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ થકી રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા સંકલ્પબદ્ધ થઈએઃ રાજેશ તન્ના : આપણા સંસાધનોનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગને નૈતિક ફરજ સમજી રાષ્ટ્રનિર્માણ અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા સહિતના ઉપસ્થિત10:49 AM IST
જામનગરના પીરોટન ટાપુ ઉપર ધ્વજવંદન 1:29 PM IST
વિકાસના પંથે આગળ ધપતો અમરેલી જીલ્લો : ત્રિકમભાઇ છાંગા : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ખાંભાની ખમીરવંતી ધરા ખાતે જિલ્લા કક્ષાના ૭૭માં ગણતંત્ર પર્વની ભવ્ય ઉજવણીઃ સક્ષમ નેતળત્વ થકી સંવેદનશીલતા,પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના આધારસ્થંભ પર ગુજરાતે સાતત્યપૂર્ણ, સર્વસમાવેશક વિકાસ સાધ્યો : ત્રિકમભાઈ છાંગા : ઉત્કળષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ - કર્મચારીશ્રીઓ અને જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું : ખાંભા તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫ લાખની રકમનો ચેક અર્પણ કરતા રાજ્યમંત્રી : પ્રજાસત્તાક પર્વ ઉજવણીમાં પોલીસ પરેડ, ટેબ્લો, સાંસ્કળતિક કાર્યક્રમની પ્રસ્તુતિ : શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરનારા જૂથને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાઃ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓના હસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું1:33 PM IST
પાકિસ્તાનમાં એક ટ્રેક પર બ્લાસ્ટ થતા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : સિંઘ પ્રાંતમાં બલૂચોએ ફરી એકવાર રેલવેને નિશાન બનાવીને મચાવી દીધી તબાહી:આ હુમલાની જવાબદારી બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (BRG)એ સ્વીકારી છે:જ્યાં સુધી બલૂચિસ્તાનને આઝાદી નહીં મળે ત્યાં સુધી આવા હુમલા ચાલુ રાખવાની કરી વાત 5:28 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
બચ્ચનનું 'રહસ્યમય' સ્ટેટસ: બિગ બીની એક ટૂંકી પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ: ફેન્સ પૂછી રહ્યા છે - "સર, આખરે મામલો શું છે?" : ૮૩ વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પર 'મેગાસ્ટાર'નો દબદબો: "તેમાં કંઈક તો છે" અને "આજે પણ એક નવો પાઠ શીખ્યા" જેવી ટૂંકી વાતોએ યુઝર્સને વિચારતા કરી દીધા : કોઈએ પ્રેરણા લીધી તો કોઈએ સંદર્ભ પૂછ્યો7:39 PM IST

















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































.jpeg)



































































































































