<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ભારત અને બ્રિટનના વેપાર કરાર વચ્ચે સ્કોચ આયાતની જકાતનો મોટો વિવાદ: ૧૬૨.૫ ટકા અસરકારક વસૂલાતથી દારૂ ઉત્પાદક કંપનીઓના શેરોમાં કડાકો

યુનાઇટેડ સ્પિરિટ્સના શેરમાં ચાર ટકાથી વધુ, રેડિકો ખૈતાનમાં આશરે ૩.૫ ટકા અને એલાઇડ બ્લેન્ડર્સમાં બે ટકાથી વધુ ઘટાડો નોંધાયો

નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર કરાર હેઠળ સ્કોચ વ્હિસ્કીની આયાત ઉપર જકાત ઘટાડવાનો નિર્ણય અમલમાં આવ્યા છતાં જથ્થાબંધ સ્કોચ આયાત અંગે મોટો વિવાદ સર્જાયો છે. જુલાઈથી અમલમાં આવેલા કરાર મુજબ જકાત ૧૫૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરાઈ હતી, પરંતુ આયાતી કાચા માલના વર્ગીકરણ અંગેના વિવાદને કારણે કેટલીક આયાત ઉપર કુલ અસરકારક વસૂલાત ૧૬૨.૫ ટકા થઈ રહી છે.

આ સમાચારના પગલે ભારતીય બજારમાં યુનાઇટેડ સ્પિરિટ્સના શેરમાં ચાર ટકાથી વધુ, રેડિકો ખૈતાનમાં આશરે ૩.૫ ટકા અને એલાઇડ બ્લેન્ડર્સમાં બે ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. બ્રિટિશ સરકારે ભારત સાથે વિવાદ ઉકેલવા ચર્ચા ચાલી રહી હોવાનું જણાવ્યું છે. મુદ્દો આયાતી માલના કસ્ટમ્સ વર્ગીકરણનો છે અને તેનો અંતિમ ઉકેલ જાહેર થયો નથી. 

(10:07 PM IST)