તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
મુખ્ય પ્રધાનનું પદ પટેલ પાસે જ રહે તેવું સમીકરણ ઘડાઈ રહ્યું છે
આનંદીબેનનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો થવાના આરેઃ ગુજરાતમાં સત્તાના ‘અનાર' પર દાવ! પીએમ મોદી દ્વારા કેવો રસ્તો કાઢવામાં આવશે? તેના પર સૌની નજર રહેવાની છે

અમદાવાદ,તા.૧૮: ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ગુજરાતમાં રાજકરણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને થોડી સમય પહેલી પીએમ મોદી દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન મંત્રીમંડળ અને ભાજપ નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેના કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. અત્યારે મૂળ વાત મુખ્ય પ્રધાન પદની છે! સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અમિત શાહ અને પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ ગુજરાતામાં પોતાનું આધિપત્ય જમાવી રાખવા માટે પ્રયત્નો કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન અત્યારે પોતાની દીકરી અનાર પટેલને મુખ્ય પ્રધાન પદના દાવેદાર ગણાવીને આગળ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ અંગે તેમણે વડાપ્રધાનને રજૂઆત પણ કરી દીધી છે. અત્યારે એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે, જો અમિત શાહનો દીકરો જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન બની શકે છે તો આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલ મુખ્ય પ્રધાન કેમ ના બની શકે? આ તર્ક સાથે અત્યારે બંને પક્ષના સમર્થકો મેદાને આવ્યાં છે.
ગુજરાતમાં મુખ્ય પ્રધાનનું પદ પટેલ પાસે જ રહે તેવું પણ અત્યારે સમીકરણ ઘડાઈ રહ્યું છે. પટેલને મુખ્ય પ્રધાન બનાવી રાખવાની હોડ શા માટે શરૂ થઈ? સૂત્રોનું કહેવું છે કે, ભૂપેન્દ્ર પટેલનો મુખ્ય પ્રધાન તરીકે આ છેલ્લો કાર્યકાળ હોઈ શકે છે. તે પછી ગુજરાતમાં પાર્ટી મુખ્ય પ્રધાનનો ચહેરો બદલવા માંગે છે! તો સીએમના નવા ચહેરા તરીકે અમિત શાહે હર્ષ સંઘવીની પસંદી કરી હોવાનું રાજકીય સૂત્રોનું માનવું છે. જેથી પટેલ સમાજ મેદાને આવ્યો છે અને મુખ્ય પ્રધાન પદ પટેલ પાસે જ રહે તે માટે પૂર્વના આંદોલનકારી નેતાઓને મેદાને ઉતાર્યાં છે.
આંદોલન વખતે આનંદીબેન પટેલેને રાજીનામું આપવું પડ્યું હતું. જેથી અત્યારે આ નેતાઓ આનંદીબેન પટેલ પ્રત્યે સહાનુભૂતિ દેખાડી રહ્યાં છે. થોડા સમય પહેલા જસદણમાં પાટીદાર સમાજનું એક સંમેલન યોજાયું હતું. જેમાં આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું, તેનો અમને આજે પણ રંજ (દુઃખ) છે. આના જવાબમાં અનાર પટેલે પણ કહ્યું કે, મમ્મી (આનંદીબેન) તે વાતને ભૂલી ગયાં છે.
મૂળ વાત એ છે, પૂર્વના આંદોલનકારી નેતાઓને ઢાલ બનાવીને ફરી એકવાર પટેલ સમાજનો જ કોઈ નેતા, ખાસ કરીને અનાર પટેલ જ સીએમ બને તેવો પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. આમાં અમિત શાહના સમર્થકો અને આનંદીબેન પટેલના સમર્થકો વચ્ચે આંતરિક વિવાદ શરૂ થયો છે. જો કે, આ દરેક સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કેવો રસ્તો કાઢવામાં આવશે? તેના પર સૌની નજર રહેવાની છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
