News of Saturday, 2nd May 2026
વિદેશમાં છુપાયેલા ૧૦૦ મોસ્ટ વોન્ટેડ ગુનેગારોને પકડવા કવાયત
પ્રત્યાર્પણને બદલે ખાસ મિશન પાર પાડવામાં આવશે : દેશની સેન્ટ્રલ એજન્સીઓએ ઈન્ટરપોલની મદદથી ઓપરેશન ગ્લોબલ હન્ટ શરૂ કર્યું: ડ્રગ્સ માફિયાને ખાસ ટાર્ગેટ કરાશે

નવી દિલ્હી,તા.૨: ઈડી, સીબીઆઈ, એનઆઈએ, નાક્રોટિક્સ કંટ્રોલ બ્યૂરો સહિતની સેન્ટ્રલ એજન્સીઓ વિદેશમાં છૂપાયેલા મોસ્ટ વોન્ટેડ ગુનેગારો, ખાસ તો ડ્રગ્સ માફિયાઓના લોકેશન શોધી રહી છે.
ભારતના આ ગુનેગારોને પ્રત્યાર્પણથી લાવી ન શકાય તો ખાસ ભાવવા પાછળ પ્રવાસ પણ છે. એક ઓપરેશન હાથ ધરીને લાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે. આર્થિક ગુનેગારો, સાઈબર ગુનેગારો ને ડ્રગ્સ માફિયાઓની યાદી તમામ એજન્સીઓએ સાથે મળીને તૈયાર કરી છે.
ઓપરેશન ગ્લોબલ હન્ટ નામનું એક વિશેષ ઓપરેશન ભારતની સેન્ટ્રલ એજન્સીઓએ શરૂ કર્યું છે.
ભારતમાં ગુનાખોરી આચરીને વિદેશ ભાગી ગયેલા અથવા વિદેશમાં રહીને ભારતમાં ગુનેખોરી કરતા મોસ્ટ વોન્ટેડ-૧૦૦ ગુનેગારોને પકડી લેવા માટે ઈડી, સીબીઆઈ, એનઆઈએ, એનસીબીજેવી સેન્ટ્રલ એજન્સીઓએ કવાયત આદરી છે. આ ઓપરેશન પાર પાડવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલની મદદ લેવાઈ રહી છે. સામાન્ય રીતે આવા ગુનેગારોને પકડવા માટે પ્રત્યાર્પણની પ્રોસેસ કરવી પડતી હોય છે, પરંતુ એ લાંબી કાયદાકીય પ્રક્રિયાને બદલે ઈન્ટરપોલની મદદથી આ ગુનેગારોના લોકેશન જાણીને ખાસ વિમાન મારફત દેશમાં પાછા લાવવાનું મિશન હાથ ધરાયું છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે સ્થાનિક સુરક્ષા એજન્સીને આરોપીનું ડોઝિયર સોંપીને પકડી શકાય છે. તેના માટે પ્રત્યાર્પણની પ્રોસેસ કરવી પડતી નથી. જો સ્થાનિક એજન્સી આરોપીને પકડે પ્રત્યાર્પણની પ્રોસેસ કરવી પડે છે. તો જો ઓપરેશન ગ્લોબલ હન્ટને ધારણા પ્રમાણે સફળતા મળશે તો એ મોસ્ટ વોન્ટેડ ગુનેગારો ૫૨ સૌથી મોટો પ્રહાર હશે. ભારતે આ ઓપરેશનની રૂપરેખા સભ્ય દેશોની કોન્ફરન્સમાં બનાવી હતી અને સહયોગી દેશોએ એમાં સહયોગની ખાતરી આપી હતી.
આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતા ગુનેગારો અને ડ્રગ્સ માફિયાઓ પર વિશેષ કાર્યવાહી થશે. ભારતીય સુરક્ષા એજન્સીઓ દાઉદના નજીકના સલીમ ઈસ્માઈલ ડોલાને ઈસ્તામ્બુલથી પકડી લાવી હતી. એના પર ક્રાઈમ ઉપરાંત ડ્રગ્સ અને ટેરર નેટવર્કનો આરોપ હતો. એ જ રીતે જસવિદર સિહ અને સની કાલરાને દુબઈથી પકડ્યા હતા.
ભારતમાં એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સની કેમ્પેઈનના ભાગરૂપે ૨૦૨૫માં જ ૧.૩૩ લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું. જેની વૈશ્વિક માર્કેટમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય છે.
છેલ્લાં થોડા સમયમાં ૨૬૫ ડ્રગ્સ ગુનેગારોને સજા અપાવવામાં આવી છે. ડ્રગ્સ માફિયા વિરૂદ્ધ ૩૭ ઈન્ટરપોલ નોટિસ જાહેર થઈ છે અને એમાંથી પાંચને ભારત પાછા લવાયા છે. ભારતમાં અનેક રાજ્યોમાં ચાલતા ડ્રગ્સના રેકેટ ડામવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
