News of Sunday, 22nd November 2026
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણીની વહેંચણી અંગે આજે ઢાકામાં મહત્વપૂર્ણ બેઠક, ત્રીસ વર્ષ જૂના કરારની મુદત ડિસેમ્બરમાં પૂરી થશે
ભારત તરફથી શરદચંદ્ર અને બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ અનવર કાદિર પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી–ઢાકા, તા. ૨૨ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીના પાણીની વહેંચણી અંગે આજે ઢાકામાં સંયુક્ત નદી પંચની બેઠક યોજાવાની છે.
બંને દેશો વચ્ચે ૧૨ ડિસેમ્બર, ૧૯૯૬ના રોજ થયેલા ત્રીસ વર્ષના કરારની મુદત આગામી ૧૨ ડિસેમ્બરે પૂર્ણ થવાની છે. આથી બેઠકનું મહત્વ વધ્યું છે.
ભારત તરફથી શરદચંદ્ર અને બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ અનવર કાદિર પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. બંને દેશો વચ્ચે કુલ ૫૪ સરહદપાર નદીઓ આવેલી છે, પરંતુ ગંગા માટે જ દ્વિપક્ષીય પાણી વહેંચણી કરાર અમલમાં છે.
જોકે આજની બેઠકમાં કરારના નવીનીકરણ અંગે અંતિમ નિર્ણય લેવાશે તેવું નક્કી નથી. બેઠકનો મુખ્ય હેતુ હાલની વ્યવસ્થા હેઠળ પાણી વહેંચણી સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવાનો છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
