News of Friday, 19th June 2026
શરણાગતની નિષ્ઠામાં કયારેય અહંકાર ન આવવો જોઇએ : પૂ.મોરારીબાપુ
કેરળ રાજયની કોચીની ભુમિ ઉપર પ્રવાહિત થતી ‘માનસ મૃત્યુલોક' શ્રી રામકથામાં ઉમટતા ભાવિકો

રાજકોટ, તા.૧૯: પ્રાકૃતિક સૌંદર્યથી સભર કેરળ રાજયની કોચીની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મૃત્યુલોક' રામકથાના છઠ્ઠા દિવસે - ગઇકાલે કથાનો પ્રેમમય સંવાદ આગળ વધારતા પૂ.મોરારીબાપુએ કહયુ હતું કે - એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, ચોપાઇઓનો ઇતિહાસ શું છે? જવાબઃ માનસમાં ચોપાઇઓ-છંદ-સોરઠા વગેરે છે. એનું વ્યાકરણ પણ હશે જ. તુલસીજી એ જે ચોપાઇઓ આપી છે તેની વિશેષતા એ છે કે માનસની દરેક ચોણાઇઓ દરેક રાગમાં ગાઇ શકાય છે. આપતા શાસ્ત્રીય સંગીતના ગાયકો પં.ભીમસેન જોશી, પં.જશરાજ, પં.અજય ચક્રવર્તી અને બીજા ઘણા બધા સૂરસાધકો-ગાયકોએ માનસની ચોપાઇઓનું ગાન કર્યુ છે. લતાજીએ પણ ચોપાઇઓ ઓછી ગાઇ છે, લતાજીએ તુલસીદાસજીના પદો ગાયા છે. ચોપાઇના છંદની અસર ત્રિભુવનીય છે એ મલબાર-જગદ્દગુરૂ શંકરાચાર્યજી સુધી પહોંચી છે. શંકરાચાર્ય મલબારથી કેદારનાથ સુધી ફર્યા છે અને માનસની ચોપાઇઓનો છંદ પોતાના સ્તોત્રોમાં ગાયા છે.
પૂ.મોરારબાપુએ જણાવ્યુ હતુ કે, શરણાગતની નિષ્ઠામાં કયારેય અહંકાર ન આવવો જોઇએ.
શંકરાચાર્યજીનું ‘ભજગોવિન્દમ' મંત્રને કેન્દ્રમાં રાખીને પ્રિયબાપુએ પછી તો જુદા-જુદા રાગમાં માનસની ચોપાઇઓ, ભગવદ્દગીતાના શ્લોકો, અન્ય શ્લોકોની પ્રસ્તુતિ કરી ત્યારે સમગ્ર સવાદગૃહ શાસ્ત્રીય સંગીતના સ્વરોથી સભર થઇ ગયો હતો, એટલું જ નહીં પણ કથામાં ઉપસ્થિત શાષાીય સંગીતના સમર્થ ગાયક મુરલીબાબા (રૂખડ) વારકરી-અભંગ-પરંપરાના મરાઠી ગાયક શિવમ મહારાજ અને આ કથામાં બાપુના સંગીત-ગાયકવૃંદ સાથે સહગાયક તરીકે બેઠેલો મરાઠી બાળ ગાયક રાઘવ પાસે ચોપાઇઓનું ગાન કરાવ્યું હતુ ત્યારે સૌ કથાપ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠયા હતા. (મનોજ જોશી ‘મજો' રાજકોટ મો.૮૧૪૦૨ ૧૩૧૩૦, મો.૯૪૨૬૨ ૪૨૧૧૫)
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
