News of Monday, 11th May 2026
કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સમાં માનવીય અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાના અત્યંત ઉમદા હેતુથી વિશ્વની અગ્રણી કંપનીઓ એન્થ્રોપિક અને ઓપનએઆઈના ટોચના અધિકારીઓએ ન્યૂયોર્ક શહેરમાં હિન્દુ અને શીખ સહિતના વિવિધ ધાર્મિક વડાઓ સાથે એક ઐતિહાસિક બેઠક યોજી હતી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઝડપી વિકાસની સાથે તેમાં નૈતિકતા જાળવી રાખવા માટે વિશ્વની અગ્રણી એઆઈ કંપનીઓએ નવી પહેલ શરૂ કરી છે. ન્યૂયોર્કમાં આયોજિત ફેથ એઆઈ કોવેનન્ટ કાર્યક્રમ અંતર્ગત ઓપનએઆઈ અને એન્થ્રોપિક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ હિન્દુ, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય મશીન લર્નિંગ મોડલ્સમાં માનવીય સંવેદનાઓ, સામાજિક જવાબદારીઓ અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સમાવેશ કેવી રીતે કરી શકાય તે સમજવાનો હતો. કંપનીઓ માને છે કે માત્ર કાયદાકીય નિયમનો જ પૂરતા નથી, પરંતુ આધુનિક ટેકનોલોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે તમામ ધર્મોના સિદ્ધાંતો અને નૈતિક શિક્ષા અત્યંત જરૂરી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
