<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

અમૃતસરમાં ASI પર જીવલેણ હુમલો : બાઇક સવાર હુમલાખોરોએ પાછળથી ગોળી મારી

ચટ્ટીવિંડ પોલીસ સ્ટેશનમાં તૈનાત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સુખચૈન સિંહ પર અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ પાછળથી ગોળી મારી: ગોળી તેના હાથમાં વાગી

પંજાબના અમૃતસરમાં, બેકાબૂ ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકીને એક પોલીસ અધિકારીને નિશાન બનાવ્યો છે. અમૃતસરના ચટ્ટીવિંડ પોલીસ સ્ટેશનમાં તૈનાત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સુખચૈન સિંહ પર અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ પાછળથી ગોળી મારીને જીવલેણ હુમલો કર્યો હતો. ગોળી તેમના હાથમાં વાગી ગઈ હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

(11:46 PM IST)