<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

આસીમ મુનીરની વ્યૂહાત્મક ભૂલ ભારત માટે માસ્ટરસ્ટ્રોક બની: પશ્ચિમ એશિયામાં શક્તિ સંતુલન બદલાયું

સાઉદી-પાકિસ્તાન નિકટતા અને $5 અબજના શસ્ત્ર સોદાથી અસુરક્ષિત બનેલા UAEએ ભારત તરફ હાથ મિલાવ્યો: દિલ્હી મધ્ય પૂર્વનું નવું શક્તિ કેન્દ્ર બનવા તરફ

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા સાઉદી અરેબિયા અને તુર્કી સાથે મળીને મક્કા કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય ભૂ-રાજકીય રીતે પાકિસ્તાન માટે જ પ્રતિકૂળ સાબિત થયો છે. મધ્ય પૂર્વમાં સાઉદી અરેબિયાનું પ્રભુત્વ વધારવા અને અમેરિકા સાથે $5 અબજના સંરક્ષણ કરાર બાદ ક્ષેત્રીય સંતુલન ખોરવાતા યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં ભારે અસુરક્ષાની ભાવના જન્મી છે. પરિણામે, પોતાની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોને સંતુલિત કરવા માટે UAEએ ત્વરિત ધોરણે ભારત તરફ રાજદ્વારી અને લશ્કરી મિત્રતાનો હાથ લંબાવ્યો છે.

પશ્ચિમ એશિયામાં વધતા સૈન્ય સમીકરણો વચ્ચે UAE વાયુસેનાના વડાની તાજેતરની ભારત મુલાકાતે વૈશ્વિક રાજકારણમાં મોટો સંદેશ આપ્યો છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધન સામે UAE ભારતની વિશાળ લશ્કરી શક્તિ, આધુનિક વાયુસેના અને વધતી જતી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યું છે. આ ક્ષેત્રીય હરીફાઈના કારણે ભારતને કોઈપણ સક્રિય પ્રયાસ વિના પશ્ચિમ એશિયાના રાજકારણમાં એક મુખ્ય શક્તિ કેન્દ્ર (પાવર સેન્ટર) તરીકે ઉભરી આવવાની અનુકૂળ તક સાંપડી છે.

આ નવા સમીકરણોથી બંને દેશો વચ્ચે લશ્કરી, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. UAE પાસે રહેલી વિપુલ આર્થિક સંપત્તિ અને ભારતનું મોટું બજાર તથા આધુનિક સંરક્ષણ તકનીક સાથે મળીને સાઉદી-પાક બ્લોક સામે એક મજબૂત સંતુલન ઊભું કરી રહ્યા છે. પાકિસ્તાનની આ ભૂલથી ભારત અને UAEના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે અને મધ્ય પૂર્વના ભૂ-રાજકીય નકશા પર ભારતનું વર્ચસ્વ નોંધપાત્ર રીતે મજબૂત થઈ રહ્યું છે.

(6:43 PM IST)