હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th July 2026
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ સામે તંત્રની તવાઈ : મોટું બુલ્ડોઝર એક્શન
તંત્રની આ આકરી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર કબ્જો કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ સામે કડક વલણ અપનાવતા મોટું બુલ્ડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું છે. યોગી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત સરકારી જમીન પર વર્ષોથી જમાવી દેવાયેલા ગેરકાયદેસર કબ્જા અને માફિયાઓ દ્વારા કરાયેલા બાંધકામોને વહીવટીતંત્રએ બુલ્ડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધા છે.
આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તંત્રની આ આકરી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર કબ્જો કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારની સપાટો બોલાવતી ઝુંબેશ સતત ચાલુ રહેશે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
