News of Tuesday, 3rd November 2026
બાબા બાગેશ્વરની મુશ્કેલી વધીઃ શ્રીકૃષ્ણ વિશેની ટિપ્પણી મુદ્દે નેતાઓ લાલઘૂમ, પપ્પુ યાદવ પહોંચ્યા FIR નોંધાવવા
અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે પણ આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી : કથાના મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાષાીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણ વચ્ચે તુલના કરતાં કહ્યું હતું કે, ભગવાન રામનું નામ એકદમ સીધું છે, જ્યારે કૃષ્ણનું નામ વાંકાચૂકા છે

શિવપુરી તા.૩: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાષાી ભગવાન શ્રીકૃષ્ણ વિશેની ટિપ્પણીને લઈને હવે નવા વિવાદમાં ફસાયા છે. મામલો એટલો ગરમાયો છે કે સાંસદ પપ્પુ યાદવ તેમની સામે FIR નોંધાવવાની માંગ સાથે પહોંચી ગયા છે. એટલું જ નહીં, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે પણ આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલો મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરા વિસ્તારનો છે, અહીં ૨૯ ઓક્ટોબરના ધીરેન્દ્ર કૃષ્ણ શાષાીની શ્રીરામ કથા ચાલી રહી હતી. આ દરમિયાન તેમણે ભગવાન શ્રીકૃષ્ણને લઈને એક નિવેદન આપ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે હવે રાજકીય નેતાઓ પણ ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કથાના મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાષાીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણ વચ્ચે તુલના કરતાં કહ્યું હતું કે, ભગવાન રામનું નામ એકદમ સીધું છે, જ્યારે કૃષ્ણનું નામ વાંકાચૂકા છે. અયોધ્યાનું નામ કેટલું સરળ અને સીધું છે, જ્યારે વૃંદાવનનું નામ અટપટું છે. વાંસળી વગાડવી એ તો રમત છે, પરંતુ ધનુષ્ય ચલાવવું એ કોઈ રમત નથી. આ નિવેદનો અને ગીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ શ્રીકૃષ્ણના ભક્તોએ તેમના પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
આ વિવાદમાં હવે સાંસદ પપ્પુ યાદવની એન્ટ્રી થઈ છે, તેમણે ધીરેન્દ્ર શાષી વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ કરી છે. ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ધીરેન્દ્ર શાષાીના નિવેદનને લઈને અલગ-અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ધીરેન્દ્ર શાષાીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ ટિપ્પણીને નિદા ગણાવીને તેની સામે વાંધો ઉઠાવ્યો છે. આ ઉપરાંત બિહારના નેતા તેજસ્વી યાદવે પણ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આમ, ભગવાન શ્રીકૃષ્ણ વિશેના નિવેદનને લઈને રાજકીય સ્તરે પણ વિવાદ વધી રહ્યો છે.
વિવાદ વધ્યા બાદ ધીરેન્દ્ર શાષીએ પણ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેઓ પોતે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત છે. જો તેમની વાતથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તેઓ તેના માટે માફી માંગે છે. તેમની આ સ્પષ્ટતા બાદ પણ મામલો ચર્ચામાં રહ્યો છે. એક તરફ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ તેમણે પોતે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હોવાનું જણાવીને માફી પણ માંગી છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ધાર્મિક નિવેદનો અને જાહેર જીવનમાં જવાબદારી અંગે ચર્ચા શરૂ કરી છે. ભગવાન શ્રીકૃષ્ણ વિશેની ટિપ્પણીને લઈને પપ્પુ યાદવ દ્વારા FIRની માંગ કરવામાં આવી છે. અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે પણ નારાજગી વ્યક્ત કરી છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને ધીરેન્દ્ર શાષાીના નિવેદન અંગે કાયદાકીય સ્તરે શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર રહેશે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
