<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ધરપકડના લેખિત કારણો ન આપવાથી જામીન ન મળી શકેઃ સુપ્રીમ કોર્ટ

પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સીઓને સંવેદનશીલ સૈન્‍ય જાણકારી આપવાના આરોપમાં જાસૂસીના આરોપી વ્‍યક્‍તિને મળેલી રાહતને રદ કરી દીધી

નવી દિલ્‍હીઃ તા.૩૦: સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્‍યો છે કે ધરપકડ માટે લેખિત આધારનો અભાવ પોતે જ જામીન માટે આપમેળે ટિકિટ ન હોઇ શકે અને પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સીઓને સંવેદનશીલ સૈન્‍ય જાણકારી આપવાના આરોપમાં જાસૂસીના આરોપી વ્‍યક્‍તિને મળેલી રાહતને રદ કરી દીધી હતી.

જસ્‍ટિસ એમએમ સુંદરેશ અને પ્રસન્ના બી વરાલેની બેન્‍ચે ૨૮ ઓક્‍ટોબરે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું કે હાઇકોર્ટે કથિત પ્રોસેસમાં ગડબડને નિયમિત જામીન આપવાનો ઓટોમેટિક આધાર માનીને ભૂલ કરી છે, જ્‍યારે OSA, ૧૯૨૩ના સેક્‍શન ૩ અને ૯ અને BNSના સેક્‍શન ૧૫૨ અને ૨૩૨(b) હેઠળ ગુનાની ગંભીરતા સાથે તપાસ દરમિયાન એકત્રિત અને રેકોર્ડ પર મૂકવામાં આવેલી માહિતીને સંપૂર્ણપણે અવગણવામાં આવ્‍યા છે.

હેન્‍ચે ઝાબરા રામને જામીન આપવાના રાજસ્‍થાન હાઇકોર્ટના આદેશને રદ કર્યો હતો. બેન્‍ચે કહ્યું, ‘આ સંજોગોમાં, અમારો મત છે કે હાઇકોર્ટનું પ્રતિવાદીને નિયમિત જામીન આપવાનું યોગ્‍ય નહતું. વિવાદિત ચુકાદો અને આદેશને કાયદાની દ્રષ્ટિએ યોગ્‍ય ના માની શકાય અને તે રદ કરવાને પાત્ર છે.'

હાઇકોર્ટે પ્રતિવાદીની નિયમિત જામીન અરજી ફક્‍ત તે આધાર પર મંજૂર કરી કે રિમાન્‍ડની કાર્યવાહી પહેલાં અથવા તે સમયે તેની ધરપકડના કારણો લેખિતમાં જણાવવામાં આવ્‍યા નહતા.કોર્ટે ઠરાવ્‍યું કે મિહિર રાજેશ શાહ વિરૂદ્ધ મહારાષ્‍ટ્ર રાજ્‍ય (૨૦૨૬)માં, કેસની ડાયરીમાં નોંધાયેલી મૌખિક માહિતી અથવા ખુલાસો ગ્‍ફલ્‍લ્‍ની કલમ ૪૭ને સંતોષતો નથી.

સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે ધરપકડના કારણો વિશે જાણ કરવાનો અધિકાર બંધારણની કલમ ૨૨ (૧) અને BNSSની કલમ ૪૭ હેઠળ એક આવશ્‍યક બંધારણીય અને કાનૂની સુરક્ષા છે તે ઠરાવવામાં તેને કોઇ ખચકાટ નથી. બેન્‍ચે વધુમાં જણાવ્‍યું હતું કે આ સુરક્ષા એ સુનિヘતિ કરવા માટે રચાયેલ છે કે ધરપકડ કરાયેલ વ્‍યક્‍તિને ધરપકડના કારણો વિશે તાત્‍કાલિક જાણ કરવામાં આવે, જેનાથી તેઓ કાનૂની સલાહ મેળવી શકે, રિમાન્‍ડનો સામનો કરી શકે અને અસરકારક રીતે કાનૂની ઉપાયો અપનાવી શકે.

બેન્‍ચે કહ્યું કે, પંકજ બંસલ (૨૦૨૪), પ્રબીર પુરકાયસ્‍થ (૨૦૨૪) અને મિહિર રાજેશ શાહ (૨૦૨૬)માં આ કોર્ટના ચુકાદામાં દર્શાવેલ સિદ્ધાંતો પર વિવાદ થઇ શકે નહીં, પરંતુ આ કેસમાં રેકોર્ડ પરની સામગ્રીમાંથી બહાર આવતા તથ્‍યો સ્‍પષ્ટપણે દર્શાવે છે કે કાયદાના આ આદેશનું નોંધપાત્ર અને અસરકારક રીતે પાલન કરવામાં આવ્‍યું હતું.

બેન્‍ચે કહ્યું કે BNSSની કલમ ૪૮૩ હેઠળ નિયમિત જામીન માંગતી અરજીમાં, કોર્ટે પહેલાથી જ સ્‍થાપિત કાનૂની અને ન્‍યાયિક પરિમાણોને ધ્‍યાનમાં લેવાની જરૂર છે, જેમાં સામેલ છેઃ(i) આરોપની નેચર અને ગંભીરતા (ii) દોષિત ઠરે તો સજાની ગંભીરતા, (iii) આરોપીના ફરાર થવાનો અથવા પુરાવા સાથે ચેડા કરવાનો ભય, અને (iv) જાહેર હિત અને રાષ્‍ટ્રીય સુરક્ષા પર નોંધપાત્ર અસર.

બેન્‍ચે કહ્યું હતું કે, ‘ધરપકડના કારણો જણાવવાની રીત અંગેનો અત્‍યંત ટેકનિકલ વાંધો જામીન કાયદાના મુખ્‍ય પરિમાણોને બાયપાસ કરીને નિયમિત જામીન મેળવવા માટે સ્‍વાર્થી ચાવી ગણી શકાય નહીં.'

બેન્‍ચે નોંધ્‍યું હતું કે રેકોર્ડ પરની સામગ્રીની કાળજીપૂર્વક તપાસ કરવાથી જાણવા મળે છે કે દરેક તબક્કે બંધારણીય અને કાનૂની જરૂરિયાતો પૂરી કરવામાં આવી હતી. બેન્‍ચે નોંધ્‍યું હતું કે ઔપચારિક ધરપકડ પહેલાં, OSA, ૧૯૨૩ની કલમ ૮(૧) હેઠળ પ્રતિવાદીને ૨૩ જાન્‍યુઆરી, ૨૦૨૬ અને ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૬ ના રોજ કાનૂની નોટિસો આપવામાં આવી હતી

(11:45 AM IST)