<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઉત્તરપ્રદેશનું બાંદા 47.4 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર :રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 47 ડિગ્રી તાપમાન

મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 46.6 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજુરાહો સહિત ચંદ્રપુરમાં તાપમાન 46.4 ડિગ્રીએ પહોંચ્યું :વર્ધા, બિકાનેર અને ફોલાદીમાં પણ પારો 46 ડિગ્રીને પાર

ઉત્તરપ્રદેશનું બાંદા 47.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.તો બીજી તરફ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 47 ડિગ્રી, જ્યારે મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 46.6 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજુરાહો સહિત ચંદ્રપુરમાં તાપમાન 46.4 ડિગ્રીએ પહોંચી ગયું છે.આ ઉપરાંત વર્ધા, બિકાનેર અને ફોલાદીમાં પણ પારો 46 ડિગ્રીને પાર થઈ ગયો છે.હવામાન વિભાગે દેશના અનેક શહેરોમાં ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.અને હજુ આગામી બે દિવસ સુધી આ જ પ્રકારે કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.દેશની રાજધાની દિલ્હીમાં પણ આગામી દિવસોમાં પારો ૪૬ ડિગ્રીને સ્પર્શે તેવી પ્રબળ આગાહી કરવામાં આવી છે. 

(1:41 PM IST)