તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સતત ૭મી વાર સરપંચ બન્યાઃ ૧૯૯૦થી લડે છે ચૂંટણી
ગજબ કહેવાયઃ આ મહિલાએ ગામમાં રેકોર્ડ બનાવ્યો

ચંબા તા.૨૮: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચુરાહ વૈલીના ભંજરાડૂના મહિલા સરપંચ કૃષ્ણા મહાજને ઇતિહાસ રચી દીધો છે. મહિલા કૃષ્ણા મહાજને સરપંચ પદ પર ભંજરાડૂ પંચાયતમાં સતત સાતમી ચૂંટણી જીત્યા છે. તેઓ સતત ૧૯૯૦થી ચૂંટણી જીતતા આવી રહ્યા છે. કૃષ્ણા મહાજનના પિતા પણ આ પંચાયત પર તેમની પહેલા સતત પાંચ વાર સરપંચ રહી ચૂક્યા છે.
હકીકતમાં જોઈએ તો, હિમાચલમાં મંગળવારના રોજ ૧૨૯૩ પંચાયતોમાં ચૂંટણી અને પરિણામો ઘોષિત કર્યા છે. આ ક્રમમાં ચંબા જિલ્લાના ચુરાહના ભંજરાડૂથી કૃષ્ણા મહાજને જીત મેળવી. અહીં ઉલ્લેખનીય છે કે કૃષ્ણા મહાજને ૯૩૯ મતથી જીત મેળવી સતત સાતમી વાર સરપંચ તરીકે જીત નોંધાવી છે. તેમના વિરોધી મીનાક્ષીને ૨૪૫ વોટ મળ્યા છે.
કૃષ્ણા મહાજન જણાવે છે કે તેમણે ૧૯૭૩માં ચંબાની કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે લો માટે અભ્યાસ કરવા જવાનું હતું આ દરમ્યાન તેમની માતાનું નિધન થઈ ગયું અને તેમના ભાઈની દેખરેખ માટે ઘરે જ રોકાવું પડ્યું અને ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ.
કૃષ્ણા મહાજન જણાવે છે કે તેમના પિતા પાંચ વાર ભંજરાડૂના સરપંચ રહ્યા. તેઓ જણાવે છે કે, ૧૯૮૭ સુધી તેમના પિતા સરપંચ રહ્યા, પણ તેમને પેરેલાઈઝ થયું અને પછી ૧૯૯૦માં પહેલી વાર સરપંચની ચૂંટણી માટે ઉતરી અને જીતી પણ ગયા. પિતાની આવી સ્થિતિ જોતા લોકોએ માગ કરી કે દીકરીને મેદાનમાં ઉતારો. જો કે તે સમયે છોકરીઓ ઘરમાંથી બહાર નહોતી નીકળતી. આ અગાઉ ડૌહરી તેમની પંચાયત હતી, પણ આ વખતે તેમની નવી પંચાયત બની છે.આ કારણે તેમની વોટ બેન્ક જરૂર પ્રભાવિત થઈ. પણ લોકોએ તેમને ભરપૂર સમર્થન આપ્યું. તેઓ કહે છે કે તેમણે ક્યારેય લોકો સાથે ભેદભાવ નથી કર્યો. પછી તે ભાજપ કે કોંગ્રેસ હોય, બધાની મદદ કરી છે.
કૃષ્ણા મહાજન જણાવે છે કે સૌથી મહત્ત્વનું ચારિત્ર્ય હોય છે. તેમની ઉંમર હવે વધી ગઈ છે. અને તેમનો ભત્રીજો તેમની મદદ કરે છે. કૃષ્ણા જણાવે છે કે તેમણે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળીને કામ કર્યું છે અને પંચાયતમાં વિકાસ કરાવ્યો. અહીં ઉલ્લેખનીય છે કે ચુરાહ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
