News of Tuesday, 17th November 2026
અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના મલ્ટિપલ એન્ટ્રી વિઝાધારકોને લાભઃ પરત ફરવાની વિમાન ટિકિટ જરૂરી
ભારતીય પ્રવાસીઓ માટે ઉઝબેકિસ્તાનના દરવાજા ખુલ્યાઃ ચોક્કસ દેશોના માન્ય વિઝા ધરાવતા ભારતીયોને હવે અલગ વિઝા વગર ૩૦ દિવસ પ્રવેશ

તાશ્કંદ, તા.૧૭: મધ્ય એશિયાના સુંદર દેશ ઉઝબેકિસ્તાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૬થી અમલમાં આવેલી વ્યવસ્થા પ્રમાણે નિર્ધારિત દેશોના માન્ય વિઝા ધરાવતા ભારતીય નાગરિકો ઉઝબેકિસ્તાનનો અલગ વિઝા મેળવ્યા વગર વધુમાં વધુ ૩૦ દિવસ રોકાઈ શકશે.
આ સુવિધા અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા અથવા શેંગેન કરારના સભ્ય દેશોના માન્ય મલ્ટિપલ એન્ટ્રી પ્રવાસી કે બિઝનેસ વિઝા ધરાવતા ભારતીયોને મળશે. ભારતીય પાસપોર્ટ ઉપરાંત સંબંધિત વિદેશી વિઝા માન્ય હોવો આવશ્યક છે.
પ્રવાસીએ ભારત અથવા અન્ય કોઈ દેશમાં આગળ જવાની વિમાન ટિકિટ પણ રજૂ કરવાની રહેશે. વિઝામુક્ત રોકાણની મુદત ૩૦ દિવસ અને સંબંધિત વિઝાની બાકી માન્યતા, બંનેની મર્યાદામાં રહેશે. આ સુવિધા દરેક ભારતીય પાસપોર્ટધારકને આપમેળે મળતી નથી. ઐતિહાસિક સમરકંદ, બુખારા અને તાશ્કંદ જેવા સ્થળોએ પ્રવાસ કરવા ઇચ્છતા ભારતીયો માટે આ નિર્ણય ઉપયોગી બનશે
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
