તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 30th August 2026
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મનજીત કૌર હત્યા કેસમાં મોટો ધડાકો: સાત સપ્તાહની ગર્ભવતી હોવાનો ખુલાસો
ચંડીગઢથી અપહરણ કરી ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી દેવાની ઘટનામાં તબીબી અહેવાલે ખોલ્યા ચોંકાવનારા રાજ, બે શંકાસ્પદ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ.

ચંડીગઢ : પંજાબની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ૨૮ વર્ષીય મનજીત કૌરના શંકાસ્પદ અને કરુણ મોતના કેસમાં પીજીઆઈ હોસ્પિટલના તબીબી અને પોસ્ટમોર્ટમ અહેવાલે એક ભયાનક ખુલાસો કર્યો છે કે મૃત્યુ સમયે મનજીત સાત અઠવાડિયાની ગર્ભવતી હતી, જેણે ગત ૩ જુલાઈએ ચંડીગઢથી અપહરણ કરાયા બાદ મોરિન્ડાના જંગલમાં જીવતી સળગાવી દેવાની ૫૪ દિવસની લાંબી લડાઈ બાદ ૨૬ ઓગસ્ટે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
મૃતકની માતા કાંતા દેવી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, શુભી અને પિંડા નામના બે પરિચિતોએ ગત ૩ જુલાઈએ સેક્ટર-૩૪માંથી મનજીતનું અપહરણ કરી તેને જંગલમાં લઈ જઈને નિર્દયતાથી માર માર્યો હતો અને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરી ન માનતા તેને ઝાડ સાથે બાંધીને સળગાવી દીધી હતી, જો કે અન્ય એક પરિચિતે સમયસર પહોંચી આગ બુઝાવી હોવા છતાં તે ૫૪ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી રહી હતી.
આ કેસમાં સ્થાનિક પોલીસ અને હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી છે કારણ કે માતાનો આરોપ છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ્યારે મનજીતને હોશ આવ્યો ત્યારે પોલીસે સમયસર તેનું નિવેદન નોંધ્યું નહોતું, જેના કારણે ન્યાયની આ લડાઈ વધુ જટિલ બની છે અને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા સ્ટાર પર ગર્ભપાતનું દબાણ લાવવાના ષડયંત્રના એંગલથી તપાસ આગળ વધી રહી છે.
ચંડીગઢ પોલીસે માતાની સત્તાવાર ફરિયાદના આધારે મુખ્ય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને ચંડીગઢથી મોરિન્ડા સુધીના માર્ગોના સીસીટીવી ફૂટેજની કારીગરીથી તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
