POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
સરકારી નોકરીના ઉમેદવારો માટે મોટો ધમાકો: તમિલનાડુ સરકારે વય મર્યાદામાં ૫ વર્ષની બમ્પર છૂટછાટ જાહેર કરી
તમિલનાડુમાં સરકારી ભરતીઓની મહત્તમ વય મર્યાદા ૩૦થી વધારીને ૩૫ વર્ષ કરાઈ : ગ્રુપ ૧, ૨, ૨A અને ગ્રુપ ૪ ની પરીક્ષાઓમાં તમામ શ્રેણીના યુવાનોને મળશે મોટો ફાયદો : ૩૦ ઓક્ટોબર ૨૦૨૬થી ૫ વર્ષ માટે આદેશ અમલી

ચેન્નાઈ : સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે એક અત્યંત રાહતજનક અને મોટી ખુશખબર સામે આવી છે. તમિલનાડુ સરકારે સરકારી સેવાઓમાં સીધી ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં સીધો ૫ વર્ષનો વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અગાઉ સરકારી નોકરીઓ માટે અરજી કરવાની સામાન્ય ઉપલી વય મર્યાદા ૩૦ વર્ષ હતી, જેને હવે વધારીને ૩૫ વર્ષ કરી દેવામાં આવી છે. ઉંમર વધી જવાના કારણે સરકારી નોકરીના સપનાથી વંચિત રહી જતા હજારો આશાસ્પદ ઉમેદવારો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.
શુક્રવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, આ નિર્ણયનો લાભ સામાન્ય શ્રેણી તેમજ અનામત શ્રેણી (BC, MBC, SC, ST)ના તમામ ઉમેદવારોને મળશે. ખાસ વાત એ છે કે આ નવી ૫ વર્ષની છૂટછાટ અનામત વર્ગને મળતી હાલની વય છૂટછાટો ઉપરાંત વધારાની રહેશે. સરકાર દ્વારા લેવાયેલો આ મહત્વપૂર્ણ આદેશ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ થી આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. તેનાથી રાજ્યભરના હજારો સ્પર્ધકોને ફરી એકવાર સરકારી સેવામાં જોડાવાની સોનેરી તક સાંપડશે.
આ સુધારા હેઠળ વિવિધ ભરતી પરીક્ષાઓની વય મર્યાદામાં મોટો ફેરફાર કરાયો છે. ગ્રુપ ૧ ની પરીક્ષામાં સામાન્ય શ્રેણી માટે મર્યાદા ૩૨ થી વધારીને ૩૭ વર્ષ અને અનામત શ્રેણી માટે ૩૭ થી વધારીને ૪૨ વર્ષ કરાઈ છે. તે જ રીતે ગ્રુપ ૨ અને ૨A માં સામાન્ય શ્રેણી માટે વય મર્યાદા ૩૫ વર્ષ કરવામાં આવી છે, જ્યારે તેમાં અનામત શ્રેણી માટે કોઈ ઉપલી વય મર્યાદા રહેશે નહીં. વધુમાં, લાખો ઉમેદવારો જેમાં ભાગ લે છે તેવી ગ્રુપ ૪ પરીક્ષામાં પણ મહત્તમ વય મર્યાદા ૩૨ થી વધારીને ૩૭ વર્ષ કરી દેવામાં આવી છે, જેનાથી સમગ્ર રાજ્યના યુવાધન ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
