<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

METAને કોર્ટનો મોટો ફટકોઃ રૂા.૫,૦૦૦ કરોડનો દંડ ફટકાર્યો

ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુકની પેરેન્‍ટ કંપની Meta ને ન્‍યુ મેક્‍સિકોની એક કોર્ટે મોટો ફટકો માર્યો

ન્‍યુ મેક્‍સિકો  તમા.૭: ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુકની પેરેન્‍ટ કંપની Meta ને ન્‍યુ મેક્‍સિકોની એક કોર્ટે મોટો ફટકો માર્યો છે. કોર્ટે META ને તેના પ્‍લેટફોર્મથી થયેલા નુકસાન માટે યુવાનોને વળતર આપવા માટે શ્‍લ્‍઼૫૬૭ મિલિયન (આશરે રૂા.૫,૦૦૦ કરોડ) ચૂકવવાનો આદેશ આપ્‍યો છે.

ઉલ્‍લેખનીય છે કે ગુરુવારે મોડી રાત્રે ચુકાદો આપવામાં આવ્‍યો છે. ન્‍યાયાધીશ બ્રાયન બીડશીડે જણાવ્‍યું હતું કે મોટાભાગની રકમ - US$420 મિલિયન - યુવાનો માટે સારવાર સેવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. બાકીની રકમ આગામી પાંચ વર્ષમાં જાગૃતિ અને નિવારણ, સ્‍ક્રીનીંગ સેવાઓ અને અન્‍ય ખર્ચાઓ પર ખર્ચવામાં આવશે.

મહત્‍વનું છે કે પ્રથમ તબક્કામાં, જ્‍યુરીએ META ને US$375 મિલિયનનો દંડ ફટકાર્યો હતો. આ વર્તમાન દંડથી અલગ છે. જ્‍યુરીએ શોધી કાઢ્‍યું કે કંપનીએ ઇરાદાપૂર્વક બાળકોના માનસિક સ્‍વાસ્‍થ્‍યને નુકસાન પહોંચાડ્‍યું છે અને તેના પ્‍લેટફોર્મ પર બાળ જાતીય શોષણ વિશેની માહિતી છુપાવી છે.

જ્‍યારે બીજા તબક્કામાં, સરકારી વકીલોએ ન્‍યાયાધીશને મેટામાં મૂળભૂત ફેરફારો લાગુ કરવા કહ્યું. આ ફેરફારોનો હેતુ વ્‍યસનકારક સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવા, વય ચકાસણી સુધારવા અને ડિફોલ્‍ટ ગોપનીયતા સેટિગ્‍સ અને કડક દેખરેખ દ્વારા બાળ જાતીય શોષણ અટકાવવાનો હતો.

આ ઉપરાંત આ અઠવાડિયે, મેટાએ ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુક પર બાળ-સંબંધિત સામગ્રી અંગે તેની ભૂલો સ્‍વીકારી. સીઈઓ ઝકરબર્ગે પણ માફી માંગી. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રીને હેન્‍ડલ કરવામાં ભૂલ સ્‍વીકારી અને કહ્યું કે તે ભવિષ્‍યમાં તેને દૂર કરશે.

વર્તમાનમાં, મેટા અંગે ભારતમાં હોબાળો થયો હતો. ભ્‍પ્‍ મોદીએ વિદ્યાર્થીઓ, ખાસ કરીને જનરલ ઝેડના વિદ્યાર્થીઓને સંબોધિત એક વીડિયો બનાવ્‍યો હતો. આ વીડિયોને ઇન્‍સ્‍ટાગ્રામ પરથી અસ્‍થાયી રૂપે દૂર કરવામાં આવ્‍યો હતો. સરકારે મેટા પાસેથી સમજૂતી માંગી હતી. મેટાએ બાદમાં આ માટે માફી પણ માંગી હતી. સરકારે મેટાને સ્‍પષ્ટપણે કહ્યું હતું કે કંપની ભારતમાં અમેરિકન કાયદા મુજબ કાર્ય કરશે નહીં.

(9:52 AM IST)