<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મોટો ફેરફાર : પહેલી નવેમ્બરથી ડાયરેક્ટ પ્લાન આપમેળે પસંદ થશે

સેબીનો રોકાણકારોના હિતમાં નિર્ણય : રેગ્યુલર પ્લાન પસંદ કરનારને વધારાના ખર્ચની સ્પષ્ટ જાણકારી આપવી પડશે

મુંબઈ : શેરબજાર નિયામક સેબીના અધ્યક્ષ તુહિન કાંત પાંડેએ જાહેરાત કરી છે કે પહેલી નવેમ્બરથી એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ડાયરેક્ટ પ્લાન મૂળભૂત વિકલ્પ તરીકે દર્શાવાશે. ડાયરેક્ટ પ્લાનમાં વિતરકનું કમિશન ન હોવાથી સામાન્ય રીતે ખર્ચનો દર ઓછો હોય છે. રોકાણકાર રેગ્યુલર પ્લાન પસંદ કરે તો તેને તેના વધારે ખર્ચ અંગે સ્પષ્ટ માહિતી આપવી પડશે. 

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં પાંડેએ રોકાણકારોના હિત, પારદર્શિતા, આઇપીઓમાંથી એકત્ર થયેલા નાણાંના ઉપયોગની દેખરેખ અને કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા નિયમન વધુ અસરકારક બનાવવા અંગે પણ વાત કરી હતી. 

(7:17 PM IST)