<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ભારતમાં હવામાનમાં મોટો પલટોઃ ઉત્તરમાં હિમવર્ષા અને કરા પડશે!: દક્ષિણમાં ચોમાસાની વિદાય સાથે ઉત્તરપૂર્વ ચોમાસાનો પ્રારંભ

મહારાષ્‍ટ્રના ‘સાયક્‍લોકાસ્‍ટ વેધર ઈન્‍ડિયા' પ્‍લેટફોર્મના અહેવાલ મુજબ ઓક્‍ટોબર મહિનામાં કોઈ વાવાઝોડાનું જોખમ નથી : ઉત્તર ભારતમાં તાપમાનમાં ૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે

મુંબઈઃ મહારાષ્‍ટ્રના પાલઘર સ્‍થિત વેધર ઇન્‍ટેલિજન્‍સ પ્‍લેટફોર્મ ‘સાયક્‍લોકાસ્‍ટ વેધર ઈન્‍ડિયા' દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ભારતમાં હવામાનને લઈને એક મોટો અને વિસ્‍તળત અહેવાલ રજૂ કરવામાં આવ્‍યો છે. આ અહેવાલ મુજબ આગામી સમયમાં દેશનું હવામાન મુખ્‍યત્‍વે ત્રણ અલગ-અલગ ઝોનમાં વહેંચાઈ જવાનું છે, જેમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કડકડતી ઠંડીની શરૂઆત થશે, જ્‍યારે દક્ષિણમાં ઉત્તરપૂર્વ ચોમાસાનો પ્રારંભ થશે.

૧. ઉત્તર અને ઉત્તર-પ?મિ ભારત (સક્રિય વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ): ઓક્‍ટોબર ૧૫ થી ૧૬ દરમિયાન ઉત્તર ભારતમાં ભેજ સાથે એક તીવ્ર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ટકરાવવાની સંભાવના છે. મેદાની વિસ્‍તારોઃ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્‍હી-એનસીઆર, રાજસ્‍થાન અને પヘમિ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાન, વીજળીના ચમકારા, ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (૬૦ કિમી સુધીના gusts) પવનો ફૂંકાવા અને છૂટાછવાયા સ્‍થાનો પર કરા પડવાની (Hailstorms) પૂરી શકયતા છે.

 પહાડી વિસ્‍તારોઃ જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્‍યાપક વરસાદ તેમજ જમ્‍મુ-કાશ્‍મીરમાં ભારે ડાઉનપોર્સ અને હિમાલયની ઊંચી શિખરો પર તાજી હિમવર્ષા થશે. હવામાનમાં પલટોઃ તા. ૧૬ થી ૧૭ ઓક્‍ટોબર પછી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી સેલ્‍સિયસનો તાજગીભર્યો ઘટાડો જોવા મળશે, જે ઉત્તરના મેદાનોમાં પાનખરની ગુલાબી ઠંડીની શરૂઆત કરાવશે.

૨. દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારત (ચોમાસાની સ્‍થિતિ): દક્ષિણ ભારતમાં નૈઋત્‍યનું ચોમાસું તેની અંતિમ વિદાય તરફ છે ત્‍યારે પૂર્વ દિશાના પવનો સક્રિય થઈ રહ્યા છે. આગામી ૪૮ કલાકમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ઉત્તરપૂર્વ ચોમાસાના આગમનને કારણે વ્‍યાપક ગર્જના સાથે ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. બીજી તરફ, ઉત્તરપૂર્વ ભારતમાં (આસામ, મેઘાલય, અરુણાચલ અને એનએમએમટી) નૈઋત્‍ય ચોમાસાની વિદાય સાથે આહલાદક પાનખર તડકો, આસહ્ય રાત્રિની ઠંડક અને વહેલી સવારની ખીણની ધૂમ્‍મસભરી સવાર જોવા મળશે.

ઓક્‍ટોબરના ‘વાવાઝોડા' અંગેની અફવાઓનું સત્‍યઃ ઓક્‍ટોબર ૧૪ થી ૩૧ દરમિયાન સંભવિત ચક્રવાત અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર સ્‍પષ્ટતા કરતા અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે ઓક્‍ટોબર ૨૧ થી ૨૬ દરમિયાન દક્ષિણ/મધ્‍ય બંગાળની ખાડીમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શકયતા ચોક્કસ છે. જો કે, મજબૂત થઈ રહેલા અલ નિવો (El Nino) ને કારણે સૂકી હવા અને વિન્‍ડ શિયર તેની તાકાતને મર્યાદિત રાખશે. આથી, તમિલનાડુ, શ્રીલંકા કે દક્ષિણ આંધ્રપ્રદેશ તરફ વરસાદ લાવનાર ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શકયતા વધુ છે, પરંતુ કોઈ ગંભીર વાવાઝોડા (Severe Cyclone)નું જોખમ ન હોવાથી નાગરિકોએ અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

(10:22 AM IST)