<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: સુરતથી બિલીમોરા વચ્ચે 50 કિમીનો રૂટ તૈયાર

પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન દોડી શકે તેવી સુવિધા માટે સમગ્ર કોરિડોરમાં 14 સબસ્ટેશનનું નેટવર્ક

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતથી બિલીમોરા વચ્ચેનો 50 કિલોમીટરનો અપ અને ડાઉન બંને લાઇનનો રૂટ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અને આગામી 20 નવેમ્બરથી ટ્રેક પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત જાપાનની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ રેલવે ટ્રેકને ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે, જેને જોડ્યા બાદ અને વીજળીનો પુરવઠો શરૂ થયા પછી ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે. પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન દોડી શકે તેવી સુવિધા માટે સમગ્ર કોરિડોરમાં 14 સબસ્ટેશનનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તેમજ વીજ પુરવઠા માટે 22,000 સ્ટીલના થાંભલા સ્થાપિત કરવામાં આવ્યા છે.

(12:39 AM IST)