<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ: ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની બંધ બારણે અચાનક મુલાકાતથી ખળભળાટ

2019માં ગઠબંધન તૂટ્યા બાદ પ્રથમ વખત 20 મિનિટ સુધી ચાલી ગુપ્ત બેઠક; આગામી ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણો રચાવાની અટકળોથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો

મુંબઈ તા.૨૫: મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે એ ઘટના બની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શિવસેના UBTના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે અચાનક બંધ બારણે મુલાકાત થઈ. લગભગ 20 મિનિટ સુધી ચાલેલી આ ગુપ્ત બેઠકે સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

 

2019ની વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ થયો હતો અને વર્ષો જૂનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે સતત શાબ્દિક પ્રહારો થતા રહ્યા હતા. લગભગ પાંચ વર્ષ બાદ પ્રથમ વખત બંને નેતાઓ આ રીતે સામ-સામે આવ્યા છે.

 

સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં રાજ્યના વર્તમાન રાજકીય માહોલ, આગામી લોકસભા-વિધાનસભા ચૂંટણીની રણનીતિ અને બંને પક્ષો વચ્ચેના સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

 

હાલ પૂરતું ભાજપ કે શિવસેના UBT તરફથી આ મુલાકાતને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ એક મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક સવાલો ઉભા કરી દીધા છે. શું જૂના સાથી પક્ષો ફરી એક થઈ રહ્યા છે? શું મહારાષ્ટ્રમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થવાની છે? આ સવાલોના જવાબ પર હવે આખા દેશની નજર મંડાયેલી છે.

(4:16 PM IST)