તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 25th April 2026
અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ ટ્રમ્પ
કોલેસ્ટ્રોલની મહિનાની દવા ૫૩૭ ડોલરના બદલે હવે માત્ર ૨૨૫ ડોલરમાં મળશે

વોશિંગ્ટન તા.૨૫: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે કરાર કર્યા છે અને તેના કારણે અમેરિકાના ઈતિહાસમાં દવાની કિમતમાં સૌથી વધુ કાપ મૂકાવાની અને વિશ્વમાં સૌથી વધુ સસ્તી દવા યુએસમાં મળવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અગ્રણી ફાર્મા કંપનીઓ પૈકીની એક રીજેનેરોને ‘મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઈઝ' સાથે યુએસને દવાઓ આપવા સંમતિ બતાવી છે. અગાઉ કોઈએ ક્યારેય નહીં જોયું હોય તેવા સ્તરે દવાની કિમતો પહોંચી જશે.
વિશ્વના બ્રાન્ડેડ દવા બજારમાં ૮૦ ટકા હિસ્સો ધરાવતી ૧૭ મોટી કંપનીઓએ અમેરિકાના દર્દીઓને વિશ્વમાં સૌથી વધી નીચા ભાવે દવા આપવા સંમતિ દર્શાવી છે. ટ્રમ્પે દલીલ કરી હતી કે, અમેરિકન્સે વર્ષો સુધી દવાની ઊંચી કિમતો ચૂકવી છે. દાયકાઓ સુધી અમેરિકન્સને ઊંચા ભાવે દવા ખરીદવાની ફરજ પડી હતી. હવે આ સ્થિતિ બદલાશે તેવી પુષ્ટિ આપતાં હેલ્થ સેક્રેટરી રોબર્ડ એફ કેનેડી જુનિયરે કહ્યું હતું કે, વિશ્વની ૪.૨ ટકા વસતી અમેરિકામાં છે, પરંતુ ફાર્માસ્યુટિકલ બિઝનેસને ૭૫ ટકા નફો અમેરિકામાં મળે છે.
દવા નીતિ સંદર્ભે ટ્રમ્પની પ્રશંસા કરતા સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેઈડ સર્વિસીસના એડમિનિસ્ટ્રેટરે કહ્યું હતું કે, પોલિસીમાં એફોર્ડેબિલિટીને કેન્દ્ર સ્થાને રખાઈ છે. મોંઘી દવાઓના કારણે ત્રણમાંથી એક અમેરિકનના ખિસ્સા ખાલી થઈ જાય છે. આ કરારથી કોલેસ્ટ્રોલની મહિનાની દવા ૫૩૭ ડોલરના બદલે માત્ર ૨૨૫ ડોલરમાં મળશે. વેઈટ લોસની દવાની કિમત ૧,૩૫૦ ડોલરથી ઘટીને ૧૯૯ ડોલર થઈ જશે. અમેરિકાને સૌથી વધુ સસ્તા દરે દવા આપવાના કરાર બાબતે રીજેનેરોના સીઈઓ લીઓનાર્ડ શ્લેઈફરે સ્પષ્ટતા કરી હતી કે, આ કરાર માટે કોઈ દબાણ થયું નથી, પરંતુ દવાની કિમતો ઘટાડીને તેઓ ખુશ છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
