News of Wednesday, 9th September 2026
ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ સૌરભ દાસ સામે માનહાનિનો દાવો કર્યો: જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા પર ટિપ્પણીના વિવાદથી સીજેપી સહ-સંયોજકની મુશ્કેલીઓ વધી!
ખોટા સમાચાર અને બનાવટી વિધાન વાયરલ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટમાં કાનૂની જંગ; દાસ સામે અગાઉથી ચાલી રહેલા તિરસ્કારના કેસનો પણ અરજીમાં ઉલ્લેખ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સીજેપી (CJP) ના સહ-સંયોજક સૌરભ દાસ સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૌરવ ભાટિયા અંગે ખોટા અને ભ્રામક સમાચાર વાયરલ કરવાના આરોપ હેઠળ આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં સૌરભ દાસ ઉપરાંત અભિજીત દીપક, આશુતોષ રંકા અને સીજેપી સંસ્થાને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
નકલી ન્યૂઝ કાર્ડ વાયરલ કરવાનો આરોપ:
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સૌરભ દાસે એક ન્યૂઝ પોર્ટલના નામે બનેલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ પોસ્ટમાં ગૌરવ ભાટિયાનું ખોટું નિવેદન દર્શાવીને તેમને તાજેતરમાં ધરપકડ કરાયેલા સ્વતંત્ર ભારદ્વાજને "મૂર્ખ નક્સલવાદી" કહેતા ચીતરવામાં આવ્યા હતા. ભાટિયાએ આ સમાચારને તદ્દન ખોટા ગણાવીને દાસ પાસે સાર્વજનિક માફીની માંગ કરી હતી. દાસે પોસ્ટ ડિભાજપ નેતા ગૌરવ ભાટિયાનો સૌરભ દાસ સામે મોટો કાનૂની દાવ: હાઈકોર્ટમાં માનહાનિ કેસમાં જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા વિવાદનો ઉલ્લેખ કરી મુશ્કેલીઓ વધારી
નકલી સોશિયલ મીડિયા પોસ્ટ અને ન્યાયતંત્ર પર ટિપ્પણી કરવાના મામલે CJPના સહ-સંયોજક સામે ભાજપના પ્રવક્તાએ લીધા કડક કાનૂની પગલાં
નવી દિલ્હી, તા.૦૯:
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને વરિષ્ઠ એડવોકેટ ગૌરવ ભાટિયાએ CJP (સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ)ના સહ-સંયોજક સૌરભ દાસ સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરીને કાનૂની સંકટોનો નવો વંટોળ ઊભો કર્યો છે. સૌરભ દાસે એક ન્યૂઝ પોર્ટલના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપ નેતા સંબંધિત ભ્રામક અને ખોટા સમાચાર શેર કર્યા હતા. આ કેસમાં અભિજીત દીપક, આશુતોષ રંકા અને ખુદ CJP સંસ્થાને પણ પ્રતિવાદી તરીકે જોડવામાં આવ્યા છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સૌરભ દાસે એક નકલી પોસ્ટ શેર કરી, જેમાં ગૌરવ ભાટિયા તાજેતરમાં ધરપકડ કરાયેલા સ્વતંત્ર ભારદ્વાજને "મૂર્ખ નક્સલવાદી" કહેતા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ભાટિયાએ આ બાબતે સખત વિરોધ नोंदવીને પોસ્ટ હટાવવા અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. દાસે પોસ્ટ તો ડિલીટ કરી દીધી પરંતુ માફી માંગવાનો ઇનકાર કર્યો, જેના પરિણામે ભાટિયાએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા.
ભાજપ નેતાએ પોતાની અરજીમાં અત્યંત વ્યૂહાત્મક રીતે દાસ સામે ચાલી રહેલા જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માના જૂના અવમાનના કેસનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી દારૂ કૌભાંડ કેસ દરમિયાન આમ આદમી પાર્ટી અને સૌરભ દાસ દ્વારા જસ્ટિસ શર્માની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેને કોર્ટે અદાલત વિરુદ્ધનું ઝુંબેશ ગણાવી તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી.
ગૌરવ ભાટિયાએ દલીલ કરી છે કે સૌરભ દાસ અને CJPના નેતાઓ દ્વારા વારંવાર લોકો અને ન્યાયતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડવાની ટેવ પડી ગઈ છે. ભાટિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે આરોપો પોતાની તમામ મર્યાદાઓ વટાવી દે છે, ત્યારે કાયદો પોતાની સીમા નક્કી કરે છે અને હવે અદાલત જ પુરાવાઓ તથા તથ્યોના આધારે સત્યનો નિર્ણય કરશે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
